PM મોદીનું જામનગરમાં આગમન, લાલ બંગલા ખાતે વડાપ્રધાનનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો - PM MODI IN JAMNAGAR

🎬 Watch Now: Feature Video

thumbnail
PM મોદીની તસવીર (Youtube/NarendraModi)

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2026 at 10:00 PM IST

|

Updated : May 10, 2026 at 10:36 PM IST

1 Min Read
Choose ETV Bharat

જામનગર: PM નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, તેઓ આજે મોડી રાત્રે જામનગર ખાતે પહોંચ્યા છે. PMને આવકારવા માટે જામનગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઇને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર એરપોર્ટ પર ઉતરણ બાદ PM મોદી લાલ બંગલો ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે બંગાળમાં ભાજપની જીત બદલ ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન આ બાદ જામનગર સર્કિટ હાઉસમાં જ રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે સોમનાથ જવા રવાના થવાના છે. સોમનાથમાં તેઓ 'સોમનાથ અમૃત મહોત્સવ' કાર્યક્રમમાં હાજરી આપશે અને પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી વિશેષ પૂજા-અર્ચના કરશે. ત્યાં પણ વડાપ્રધાનના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. આ બાદ તેઓ વડોદરાની પણ મુલાકાત લેશે.

Last Updated : May 10, 2026 at 10:36 PM IST

ABOUT THE AUTHOR

With an enthusiastic group of journalists, stringers, and contributors deployed throughout the state, ETV Bharat Gujarati presents exceptional narratives originating from the region. Its focus extends beyond the commonplace and habitual tales, as it actively seeks out distinctive, extraordinary, and unique stories. The Gujarati platform maximises its capabilities to extract and deliver accounts from the farthest reaches of the state....view details