PM મોદી વાવ થરાદની મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા - PM IN GUJARAT

🎬 Watch Now: Feature Video

thumbnail
PM મોદી વાવ થરાદની મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા (Youtube/PMO)

By ETV Bharat Gujarati Team

Published : March 31, 2026 at 4:56 PM IST

|

Updated : March 31, 2026 at 5:41 PM IST

1 Min Read
Choose ETV Bharat

વાવ-થરાદ: વડાપ્રધાન નરેન્દ્ર PM મોદી આજે 31 માર્ચે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પોતાના એક દિવસીય પ્રવાસમાં તેઓ ગુજરાતને અનેક વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી રહ્યાં. સવારે સાણંદમાં કેન્સ (Kaynes) સેમિકોનની OSAT સુવિધાનો શુભારંભ કરાવ્યા બાદ તેઓ વાવ-થરાદ ખાતે કેટલાક મહત્વપૂર્ણ પ્રકલ્પોના લોકાર્પણ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે સવારે હું એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં હતો અને હવે હું એક ડિજિટલ ઇવેન્ટમાં છું. મને ખૂબ આનંદ છે કે એક ભારતીય કંપનીએ સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનમાં રસ દાખવ્યો છે અને તેના પરિણામો આપણી સામે છે. આપણી પોતાની ભારતીય કંપની, KENS, હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનો એક મજબૂત ભાગ બની ગઈ છે... આગામી દિવસોમાં, ઘણી ભારતીય કંપનીઓ વૈશ્વિક સહયોગ દ્વારા વિશ્વને એક મજબૂત સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન પૂરી પાડવા જઈ રહી છે..."

આ પહેલા મહાવીર જયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે આવેલા કોબા જૈન તીર્થ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું.  

સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “કોબા તીર્થની ઉર્જા અલૌકિક છે. અહીં ભારતની વિવિધતામાં એકતાના દર્શન થાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે વિશ્વ સંઘર્ષ અને અસહિષ્ણુતા સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતની અહિંસા અને ‘જીવો અને જીવવા દો’ની વિચારધારા જ એકમાત્ર શાંતિનો માર્ગ છે.

Last Updated : March 31, 2026 at 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details