પુરીથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા LIVE - જગન્નાથ પુરીની રથયાત્રા 2026

🎬 Watch Now: Feature Video

thumbnail
જગન્નાથજીની રથયાત્રા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : July 16, 2026 at 7:54 AM IST

|

Updated : July 16, 2026 at 8:38 AM IST

1 Min Read
Choose ETV Bharat

પુરી, ઓડીશા: "જગન્નાથ સ્વામી નયનપથગા ભવતુ મે..." આજે ભગવાન જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા છે. વહેલી સવારથી જ શ્રીમંદિરમાં મંગળા આરતી, સૂર્ય પૂજા અને દ્વારપાલ પૂજા જેવી વિશેષ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને ગર્ભગૃહમાંથી ભવ્ય 'પહિંદ' વિધિ દ્વારા રથો સુધી લાવવામાં આવ્યા હતા અને રથમાં બિરાજમાન કરાયા હતાં. જેમ જેમ સમય વીતિ રહ્યો છે, તેમ તેમ શ્રદ્ધાળુઓની ભીડ વધતી જાય છે. વિશાળ માનવ મહેરામણ આજે પુરીમાં ઉમટી પડ્યું છે. લાખો ભક્તો રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથજીની એક ઝલક જોવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. રથયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સામાન્ય રીતે શ્રદ્ધાળુંઓ આખું વર્ષ ભગવાનના દર્શન માટે મંદિરમાં આવે છે, ત્યારે રથયાત્રાની સૌથી વિશિષ્ટ વિશેષતા એ છે કે ભગવાન સ્વયં મંદિરમાંથી બહાર આવે છે અને પુરીની શેરીઓમાં ફરે છે, અને ભક્તોને સામે ચાલીને દર્શન આપે છે.

Last Updated : July 16, 2026 at 8:38 AM IST