"સિંહના ટોળા ન હોય" કહેવત ફરી એકવાર ખોટી સાબિત થઈ, અમરેલીમાં એક સાથે 15 સિંહો માર્ગ પર આવ્યા - AMRELI NEWS

🎬 Watch Now: Feature Video

thumbnail
એક સાથે 15 સિંહો માર્ગ પર આવ્યા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : December 28, 2025 at 4:57 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમરેલી: "સિંહના ટોળા ન હોય" એવી કહેવત ફરી એકવાર ખોટી સાબિત થઈ છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘવડી ગામ નજીક રાત્રિના સમયે શિકારની શોધમાં સિંહોનું વિશાળ ટોળું બહાર નીકળ્યું હતું. ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો હવે એકલા નહીં, પરંતુ ટોળાંમાં શિકારની શોધમાં લટાર મારતા જોવા મળી રહ્યા છે.

અમરેલી જિલ્લાના વાઘવડી ગામ પાસે આશરે 15 સિંહોનું ટોળું રાત્રિ દરમિયાન ખુલ્લા મેદાનમાંથી પસાર થઈ સ્ટેટ હાઇવે ક્રોસિંગ કરતું હોવાનું નજરે પડ્યું હતું. આ દ્રશ્યો ત્યાંથી પસાર થતા એક નાગરિકના મોબાઇલ કેમેરામાં કેદ થયા છે, જે વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સિંહો દ્વારા સ્ટેટ હાઇવે ક્રોસ કરવાનું દ્રશ્ય જોઈ સ્થાનિક લોકોમાં એક તરફ આશ્ચર્ય તો બીજી તરફ ભયનો માહોલ સર્જાયો છે. 

ગીર વિસ્તારથી બહાર પણ સિંહોની સતત વધતી હાજરી એ વાતનો પુરાવો આપે છે, કે અમરેલી જિલ્લો હવે સિંહોના સામ્રાજ્ય તરીકે ઓળખાઈ રહ્યો છે. સ્થાનિક વન વિભાગ દ્વારા લોકોને રાત્રિ દરમિયાન સાવચેતી રાખવા અને સિંહો દેખાય ત્યારે નજીક ન જવા અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details