આવતીકાલે 149 મી રથયાત્રા: ભગવાન જગન્નાથના સોનાવેષ દર્શન માટે ખુલ્લો મુકાયા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પૂજા અને આરતી - GOLDEN ATTIRE
🎬 Watch Now: Feature Video

Published : July 15, 2026 at 5:40 PM IST
|Updated : July 15, 2026 at 7:07 PM IST
અમદાવાદ: આવતીકાલે 149 મી રથયાત્રાનું પાવન અવસર છે એની પહેલા આજે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથના સોનાવેષ દર્શન ખુલ્લો મુકાયા છે. જગન્નાથજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જગન્નાથ મંદિર પરિસરમાં ભક્તિમય અને ઉત્સવ નું માહોલ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિશિષ્ટ પૂજા અને આરતી કરવામાં આવશે અને અને સાંજે મહાઆરતી કરવામાં આવશે, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હાજર રહેશે. રથયાત્રાના એક દિવસ અગાઉ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે.
ભગવાનના મોસાળ સરસપુરની એ પરંપરા રહી છે કે રથયાત્રામાં જોડાયેલા સાધુ-સંતો, લાખો ભક્તો અને સુરક્ષામાં તહેનાત પોલીસ કર્મચારીઓને સ્થાનિક રહિશો અત્યંત હેતપૂર્વક જમાડે છે. આ સેવા યજ્ઞ માટે પોળ અને શેરીના યુવાઓ તેમજ વડીલો છેલ્લા કેટલાક દિવસોથી રાત-દિવસ એક કરીને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.