Yearender 2025: ChatGPTથી લઇને BharatGen સુધી, આ વર્ષે ભારતે AI સેક્ટરમાં લગાવી મોટી છલાંગ
ભારતમાં હવે AI માત્ર એક ટેકનોલોજી નથી, પરંતુ નોકરીઓ, શિક્ષણ, આરોગ્ય અને શાસનમાં પરિવર્તન લાવનારી એક વાસ્તવિક શક્તિ બની ગઈ છે.

Published : December 28, 2025 at 3:51 PM IST
હૈદરાબાદ: 2025 આવતા આવતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજી ભારતમાં માત્ર એક ટેકનોલોજીનો શબ્દ જ નથી રહી ગયો પરંતુ આ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે. પહેલાં, AIને માત્ર મોટી કંપનીઓ અથવા રિસર્ચ લેબ્સ સુધી મર્યાદિત માનવામાં આવતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે, AI ખેડૂતોને તેમના પાક નક્કી કરવામાં મદદ કરી રહ્યું છે. દૂરના વિસ્તારોમાં તબીબી સંભાળ સરળ બનાવી રહ્યું છે અને બાળકોના શિક્ષણને પર્સનલ બનાવી રહ્યું છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ AI રિપોર્ટ અનુસાર, ભારત આજે AI રિસર્ચમાં વિશ્વના ટોપ દેશોમાં સામેલ છે. AI કોન્ફરન્સ સિટેશનમાં ભારત નંબર-1 અને AI જર્નલ પબ્લિકેશનમાં ત્રીજા નંબર પર છે. આટલું જ નહીં, GitHub પર AI પ્રોજેક્ટ્સની સંખ્યામાં પણ ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.
ભારતની મજબૂત AI ઇકોસિસ્ટમ
- ભારતનું ટેક સેક્ટર $280 બિલિયનથી વધુ વધી ગયું છે.
- ટેક અને AI સેક્ટરમાં 60 લાખ કરતા વધારે લોકો કામ કરે છે.
- દેશમાં 1,800થી વધુ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ છે.
- લગભગ 89% નવા સ્ટાર્ટઅપ્સ AI નો ઉપયોગ કરી રહ્યા છે.
- 87% કંપનીઓએ કોઈને કોઈ સ્વરૂપમાં AI અપનાવ્યું છે.
- AI હવે બેંકિંગ, હેલ્થ કેર, રિટેલ, ઓટોમોબાઈલ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.
જનરેટિવ AI અને ભારતની મોટી છલાંગ
2025માં ભારત જનરેટિવ AI શીખવામાં વિશ્વમાં સૌથી આગળ નીકળી ગયું છે. Courseraનો રિપોર્ટ દર્શાવે છે કે માત્ર એક વર્ષમાં 36 લાખ કરતા વધુ લોકોએ GenAI કોર્સ કર્યા છે. Google AI Essentials અને Generative AI for Everyone જેવા અભ્યાસક્રમો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા છે. ભારત હવે ChatGPTના સૌથી મોટો યૂઝર બેસ બની ગયો છે. વિશ્વના આશરે 13.5% ChatGPT યૂઝર ભારતના છે. ટેલીકોમ કંપનીઓ પણ AIને પ્રોત્સાહન આપી રહી છે, જેમાં Jio અને Airtel જેવી કંપનીઓ AI ટૂલ્સ માટે મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે.
India AI Mission: સરકારની સૌથી મોટી પહેલ
ભારત સરકારે માર્ચ 2024માં India AI Mission લૉન્ચ કર્યું જેનો અર્થ- AIને ભારતમાં બનાવવા અને ભારત માટે કામમાં લાવવાનો છે." આ મિશન હેઠળ અત્યાર સુધીમાં 38,000થી વધારે GPU ઉમેરવામાં આવ્યા છે, જે સ્ટાર્ટઅપ્સ અને રિસર્ચરોને સસ્તું કોમ્પ્યુટિંગ પાવર પ્રદાન કરે છે.
IndiaAI Missionના 7 મહત્ત્વના સ્તંભ
- સસ્તું GPU અને કમ્પ્યુટ પાવર
- ભારત-સ્પેસિફિક AI એપ્લિકેશન્સ
- AIKosh ડેટા પ્લેટફોર્મ
- ભારતીય ભાષા AI મોડેલ્સ
- Future Skills અને સ્કિલ ડેવલપમેન્ટ
- AI સ્ટાર્ટઅપ ફંડિંગ
- Safe અને Trusted AI
આગળનો રસ્તો
સરકાર 2035 સુધીમાં ભારતને વિશ્વનું અગ્રણી AI હબ બનાવવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં ટેકનોલોજી માત્ર નફો જ નહીં પરંતુ રોજગાર, સમાનતા અને ડિજિટલ શક્તિ પણ પ્રદાન કરે છે. AI ઇમ્પેક્ટ સમિટ 2026 આ દિશામાં એક મોટું પગલું હશે, જ્યાં ભારત વિશ્વ સમક્ષ તેની AI તાકાતનું પ્રદર્શન કરશે.
આ પણ વાંચો:

