ETV Bharat / technology

Truecallerએ TRAI પર સાધ્યું નિશાન, 140-1600 નંબરની સિરીઝની પુરી વાર્તા જણાવી

ભારતમાં સ્પેમ કોલ્સ અને કોલર આઇડી એપ્સને લઇને નવો વિવાદ ઉભો થયો છે.

છેલ્લા 8 મહિનામાં યૂઝર્સે 7.4 કરોડ કોલ્સ મેન્યુઅલી બ્લોક કર્યા છે, તે બાદ ટ્રુ કોલરે નવું ફ્રીક્વેન્ટલી બ્લોક્ડ બૈજ લોન્ચ કર્યું છે.
છેલ્લા 8 મહિનામાં યૂઝર્સે 7.4 કરોડ કોલ્સ મેન્યુઅલી બ્લોક કર્યા છે, તે બાદ ટ્રુ કોલરે નવું ફ્રીક્વેન્ટલી બ્લોક્ડ બૈજ લોન્ચ કર્યું છે. (Image Credit: Truecaller)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 9, 2026 at 4:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: ભારતમાં સ્પેમ કોલ્સ અને કોલર આઇડી એપ્સને લઇને નવો વિવાદ ઉભો થયો છે. આ વિવાદ કોલર આઇડી અને સ્પેમ ડિટેક્શન એપ ટ્રુ કોલર અને ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે TRAI વચ્ચે થયો છે.

મળતી માહિતી અનુસાર, TRAI હવે કોલર આઇડી એપ્સને પોતાના રેગ્યુલેટરી ફ્રેમવર્કના દાયરામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ટ્રુકોલરે વાંધો ઉઠાવ્યો છે. ટ્રુ કોલરના CEO રિશિત ઝુનઝુનવાલાએ રિએક્ટ કરતા TRAIની ટીકા કરી છે.

TRAIએ આપ્યો આદેશ

ગયા વર્ષે TRAIએ કોલર આઇડી પ્લેટફોર્મ્સને નિર્દેશ આપ્યો હતો કે 140 અને 1600 સિરીઝના નંબર્સ પરથી આવતી કોલ્સને સ્પેમ તરીકે માર્ક કરવાનું બંધ કરે. આ બન્ને સ્પેશ્યલ નંબર પ્રીફિક્સ ખુદ TRAIએ બનાવ્યા છે જે અધિકૃત કોમર્શિયલ અને બેન્કિંગ કોમ્યુનિકેશન માટે રિઝર્વ છે.

મહત્ત્વપૂર્ણ છે કે 140 સિરીઝ અથવા 140થી શરૂ થતા ફોન નંબર્સની સિરીઝ ટેલિમાર્કેટિંગ કોલ્સ માટે છે, જ્યારે 1600 સિરીઝ બેન્ક અને ફાઇનાન્શિયલ કંપનીઓની સર્વિસ કોલ્સ માટે ઉપયોગ થાય છે. TRAIનું કહેવું છે કે સ્પેમ લેબલ લાગેલું હોવાને કારણે યૂઝર્સ બેન્ક અને બિઝનેસના અસલી કોલ્સને પણ ઇગ્નોર કરી રહ્યા હતા.

ટ્રુ કોલરે આપ્યો જવાબ

ટ્રુ કોલરે TRAIના આ નિર્દેશનું પાલન તો કર્યું પરંતુ હવે કંપનીનું કહેવું છે કે તેમાં સ્પેમ ડિટેક્શન નબળું થઇ ગયું છે અને સ્કેમર્સને આ નંબર રેન્જનો ફાયદો ઉઠાવવાની તક મળી ગઇ છે.

ઝુનઝુનવાલાએ પોતાના X પર લખ્યુ કે યૂઝર રિપોર્ટ્સ અનુસાર 140 અને 1600 નંબર સિરીઝમાંથી આવનારા સ્પેમ કોલ્સ ઝડપથી વધ્યા છે પરંતુ અમને આ કોલ્સ પર સ્પેમ લેબલ લગાવવાની પરવાનગી નથી, તેનું પરિણામ તે આવ્યું કે આ લોકોએ આ નંબર્સ પરથી આવતી કોલ્સને ઉઠાવવાનું જ બંધ કરી દીધુ છે, જેના પરથી રોજ બન્ને સિરીઝના 5.1 કરોડથી વધુ કોલ્સ અનઆંસર્ડ એટલે કે 5.1 કરોડથી પણ વધુ કોલ્સનો લોકો જવાબ આપતા નથી.

ટ્રુ કોલરના CEO અનુસાર, ગત આઠ મહિનામાં ટ્રુ કોલર યૂઝર્સે 140 સિરીઝના 81 ટકા અને 1600 સિરીઝના 79 ટકા કોલ્સને ઇગ્નોર કર્યા છે. ઓક્ટોબર 2025 બાદથી 1600 સિરીઝના કોલ્સ બ્લોક કરવામાં 208 ટકાનો ઉછાળો આવ્યો છે અને આ દરમિયાન યૂઝર્સે બન્ને સિરીઝના કૂલ 7.4 કરોડ કોલ્સને મેન્યુઅલી બ્લોક કર્યા છે. હવે એવરેજ દરરોજ 140 સિરીઝના 4 લાખ અને 1600 સિરીઝના 1.25 લાખ કોલ્સ બ્લોક કરવામાં આવી રહ્યા છે.

ફ્રીક્વેન્ટલી બ્લોક્ડ બૈજ લોન્ચ

આ ટ્રેડને જોતા ટ્રુ કોલરે પોતાના યૂઝર્સ માટે એક નવું ફિચર લોન્ચ કર્યું છે, જેનું નામ 'ફ્રીક્વેંટલી બ્લોક્ડ' બૈજ છે, જેથી યૂઝર્સ સ્પેમ અને અસલી બિઝનેસ કોલ્સમાં ફરક સમજી શકે. ઝુનઝુનવાલાએ જણાવ્યું કે જો 1600 સિરીઝના કોઇ નંબર્સને ઘણા લોકોએ બ્લોક કર્યો હશે તો તેની જાણકારી લોકોને કોલ રિસીવ કરતા પહેલા દેખાશે જેથી તે સમજી શકે કે આ સંભવિત સ્પેમ કોલ હોઇ શકે છે.

જોકે, ટ્રુ કોલરે આ કોલમાં ડાયરેક્ટ સ્પેમ લેબલ લગાવ્યો નથી કારણ કે સરકારે ખુદ આમ કરવાનો ઇનકાર કર્યો છે. એવામાં હવે ટ્રુ કોલરને ડર છે કે ફ્રીક્વેન્ટલી બ્લોક્ડ બૈજ ફીચર લોન્ચ કર્યા બાદ TRAI તેમણે 1600 અને 140 સિરીઝના નંબર્સ પર કોઇ પણ રીતની જાણકારી બતાવતા રોકી શકે છે.

આ પણ વાંચો: