NVIDIA ભારતમાં GeForce Now લોન્ચ: RTX 5080 ગેમિંગ અનુભવ સાથે 5K ડિસ્પ્લે સપોર્ટ, જાણો કિંમત અને ફીચર્સ
GeForce Now હવે ભારતમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે, જે વપરાશકર્તાઓને પર્ફોર્મન્સ 90 ડે અને અલ્ટીમેટ 90 ડે પાસની વહેલી ઍક્સેસ આપે છે.

Published : April 16, 2026 at 3:40 PM IST
હૈદરાબાદ : NVIDIA એ ભારતમાં તેની ક્લાઉડ ગેમિંગ સર્વિસ GeForce Nowનું અર્લી એક્સેસ લોન્ચ કર્યું છે, જે હાલમાં બીટા વર્ઝનમાં છે. ગેમર્સ ઓફિશિયલ GeForce Now વેબસાઇટ (nvidia.com/en-in/geforce-now/) પર જઈને વેઇટિંગ લિસ્ટમાં જોડાઈ શકે છે, જ્યાં તેમને ફર્સ્ટ-કમ, ફર્સ્ટ-સર્વ આધારે ઇન્વિટેશન મળશે.
ઓફિશિયલ વેબસાઇટ મુજબ, GeForce Now Blackwell RTX સર્વર્સ દ્વારા સંચાલિત છે, જે ગેમર્સને હાઈ FPS, રે ટ્રેસિંગ અને અલ્ટ્રા-લો લેટન્સી સાથે હાઈ-એન્ડ GeForce ગેમિંગ અનુભવ આપે છે. આ ક્લાઉડ ગેમિંગ સર્વિસ ગેમર્સને Steam, Epic Games, Xbox Game Pass અને Ubisoft Connect જેવા ગેમ સ્ટોર્સ સાથે કનેક્ટ થવાની સુવિધા આપે છે, જેથી તેઓ પોતાની માલિકીની ગેમ્સને ક્લાઉડમાં GeForce RTX પરફોર્મન્સ સાથે રમી શકે.
The wait is almost over — GeForce NOW launches this GFN Thursday, April 16 for early access in India.🎉📅 pic.twitter.com/jaa6QGl3VW
— 🌩️ NVIDIA GeForce NOW (@NVIDIAGFN) April 14, 2026
આ સર્વિસ દ્વારા 4,500થી વધુ PC ગેમ્સ સ્ટ્રીમ કરી શકાય છે, જેમાં 2,000થી વધુ Ready-to-Play ટાઇટલ્સ અને 2,200થી વધુ Steam ગેમ્સ (Install-to-Play) શામેલ છે. તે ઉપરાંત, GeForce Now વપરાશકર્તાઓને Mac, સ્માર્ટ TV, સ્માર્ટફોન, iPhone, હેન્ડહેલ્ડ ગેમિંગ કન્સોલ અને અન્ય ડિવાઇસ પર પણ પોતાની મનપસંદ ગેમ્સ રમવાની સુવિધા આપે છે.
GeForce Now Early Access Pass: કિંમત અને ફીચર્સ
GeForce Now ત્રણ પાસ ટિયરમાં આવે છે: Free, Performance અને Ultimate. હાલમાં માત્ર Performance અને Ultimate પાસ ઉપલબ્ધ છે. Free પાસ આગામી થોડા અઠવાડિયામાં લોન્ચ થવાની શક્યતા છે.
Performance પાસની કિંમત રુ.999 છે, જ્યારે Ultimate પાસ રુ.1,999માં ઉપલબ્ધ છે. પાસ એક્ટિવ થયા પછી વપરાશકર્તાઓને 90 દિવસ સુધી સતત ગેમિંગનો અનુભવ મળશે અને તેમાં કોઈ એડ્સ નહીં હોય.
પરફોર્મન્સ 90 Day Pass
પરફોર્મન્સ પાસ દ્વારા 4,000થી વધુ Ready-to-Play અને Install-to-Play ગેમ્સનો એક્સેસ મળે છે. તેમાં 6 કલાક સુધી ગેમિંગ કરવાની સુવિધા છે. આ પાસ 1440p રિઝોલ્યુશન, 60 FPS સુધી સપોર્ટ આપે છે. Queue માં Priority એક્સેસ (1 મિનિટથી ઓછો વેઇટ સમય), 8 vCPU cores અને 28 GB DRAM પરફોર્મન્સ, NVIDIA RTX Ray Tracing, HDR10 અને SDR10 ડિસ્પ્લે, Ultrawide મોનિટર સપોર્ટ, In-game settings persistence અને Surround 5.1 ઓડિયો જેવી સુવિધાઓ મળે છે.
અલ્ટીમેટ 90 ડે પાસ
Ultimate પાસ દ્વારા પણ 4,000થી વધુ Ready-to-Play અને Install-to-Play ગેમ્સનો એક્સેસ મળે છે. તેમાં 8 કલાક સુધી ગેમિંગ સેશન ઉપલબ્ધ છે. આ પાસ 5K રિઝોલ્યુશન અને 240 FPS સુધી સપોર્ટ આપે છે. Queue માં Priority એક્સેસ (કોઈ વેઇટ સમય નહીં), 16 vCPU cores અને 56 GB DRAM પરફોર્મન્સ, NVIDIA RTX Ray Tracing, HDR10 અને SDR10 ડિસ્પ્લે, Ultrawide મોનિટર સપોર્ટ, In-game settings persistence, Surround 5.1 / 7.1 ઓડિયો સપોર્ટ, DLSS 3 Frame Generation, NVIDIA Reflex અને Cloud G-Sync જેવી સુવિધાઓ મળે છે.
આ પાસમાં કેટલીક પસંદગીની ગેમ્સ માટે GeForce RTX 5080 જેવી ગેમિંગ એક્સપીરિયન્સ પણ મળશે, જેમાં 5K રિઝોલ્યુશન અને 360 FPS સુધી સપોર્ટ મળે છે. સાથે જ DLSS 4 Multi-Frame Generation પણ ઉપલબ્ધ રહેશે. NVIDIA દર અઠવાડિયે વધુ ગેમ્સ ઉમેરશે જે RTX 5080 એક્સપીરિયન્સ સપોર્ટ કરશે.
Free પાસ લોન્ચ થયા પછી તેમાં 2,000થી વધુ Ready-to-Play ગેમ્સનો એક્સેસ મળશે. તેમાં 1 કલાક સુધી ગેમિંગ સેશન, 1080p રિઝોલ્યુશન અને 60 FPS સપોર્ટ મળશે. Queue માં Priority એક્સેસ નહીં હોય (2 મિનિટથી વધુ વેઇટ સમય), 4 vCPU cores અને 14 GB DRAM પરફોર્મન્સ મળશે. ઉપરાંત તેમાં એડ્સ પણ હશે.
આ પણ વાંચો...

