આકાશમાં ઉલ્કાપિંડ વિસ્ફોટ, જમીનથી 42 માઈલ ઉપર 300 ટન TNTની એનર્જી, લોકોના ઘર ધ્રૂજ્યા, ક્યાં બની આ ઘટના?
નાસા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ ઉત્તર-પૂર્વ અમેરિકાના આકાશમાં શનિવારે ઉલ્કાપિંડ વિસ્ફોટ થયો હતો.

Published : June 1, 2026 at 3:19 PM IST
વોશિંગ્ટન : અમેરિકન અવકાશ એજન્સી NASAએ જાણકારી આપી છે કે ગત શનિવારે ધરતી તરફ આવી રહેલો એક ઉલ્કાપિંડ ઉત્તર-પૂર્વ અમેરિકાના આકાશમાં જોરદાર વિસ્ફોટ સાથે બ્લાસ્ટ થયો. આ વિસ્ફોટમાંથી 300 ટન TNT જેટલી ઊર્જા અને અવાજ ઉત્પન્ન થયો. ઘટનાથી લોકો ચોંકી ગયા અને ઘણા લોકોના ઘર હલ્યા હોવાના અહેવાલ છે.
નાસાના અધિકારીનું નિવેદન
અમેરિકન સ્પેસ એજન્સીના ડેપ્યુટી ન્યૂઝ ચીફ જેનિફર ડોરેને AFPને આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે, "આગનો ગોળો બપોરે 2:06 વાગ્યે (1806 GMT) ઉત્તર-પૂર્વ મેસેચ્યુસેટ્સ અને દક્ષિણ-પૂર્વ ન્યૂ હેમ્પશાયરના આકાશમાં ફાટ્યો."
તેમણે આગળ કહ્યું કે, "આ આગનો ગોળો કોઈ સક્રિય ઉલ્કાપિંડની વર્ષા સાથે સંબંધિત નહોતો, પરંતુ તે એક કુદરતી ઘટના હતી. તે અવકાશમાં ફરતા કચરા અથવા સેટેલાઈટના પાછા ફરવાને કારણે ન હતી."
Reports of an explosion hears around Boston I believe are going to be a rather significant bolide/meteor entering the atmosphere. Very large " flash" detected by goes-19 glm that does not correlate with active thunderstorms. #MAwx pic.twitter.com/EHKVxCc2vU
— Nick Stewart (@NStewWX) May 30, 2026
ઝડપ અને ઊર્જા
ડોરેને જણાવ્યું કે, જ્યારે ઉલ્કાપિંડ ફાટ્યો, ત્યારે તે 40 માઈલની ઊંચાઈએ 75,000 માઈલ પ્રતિ કલાક (1,20,000 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ)ની ઝડપે નીચે ગતિ કરી રહ્યો હતો. ઉલ્કાપિંડમાં થયેલા અચાનક ધમાકાથી આસપાસના લોકો ગભરાઈ ગયા. સોશિયલ મીડિયા પર યૂઝર્સે જણાવ્યું કે, આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેમના ઘર હલી રહ્યા હતા.
NASAની X પોસ્ટ
NASAએ X (ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે, "ન્યૂ ઈંગ્લેન્ડમાં ચશ્મદીદોએ અને NOAAના GOES-19 સેટેલાઈટે શનિવાર, 30 મેના રોજ બપોરે 2:06 વાગ્યે EDT પર એક ચમકદાર આગનો ગોળો જોયો, જેની સાથે અવાજ પણ આવ્યો. ઉલ્કાપિંડ ઉત્તર-પૂર્વ MA અને દક્ષિણ-પૂર્વ NHના આકાશમાં 40 માઈલની ઊંચાઈએ બ્લાસ્ટ થયો. ધમાકામાંથી નીકળેલી ઊર્જા લગભગ 300 ટન TNT જેટલી હોવાનો અંદાજ છે."
#MeteorSighting: Eyewitnesses in New England and @NOAA’s GOES-19 satellite reported a bright fireball on Saturday, May 30, at 2:06 p.m EDT accompanied by a loud noise. The meteor appears to have fragmented at an altitude of 40 miles over northeast MA and southeast NH. The energy…
— NASA Space Alerts (@NASASpaceAlerts) May 30, 2026
2013ની ઘટના સાથે સરખામણી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2013માં રશિયાના ચેલ્યાબિન્સ્કના આકાશમાં પણ એક આગનો ગોળો જોવા મળ્યો હતો. NASAએ જણાવ્યું હતું કે ઘરના કદનો તે ઉલ્કાપિંડ જમીનથી 14 માઈલ ઉપર બ્લાસ્ટ થઈ ગયો હતો, જેમાંથી 4,40,000 ટન TNT જેટલો ધમાકો થયો હતો. તે ધમાકાને કારણે 200 સ્ક્વેર માઈલ (518 સ્ક્વેર કિલોમીટર)થી વધુના વિસ્તારમાં આવતી ઇમારતોની બારીઓ ઉડી ગઈ હતી, જેમાં 1,600થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો...

