ETV Bharat / technology

iQOO 15R સ્નેપડ્રેગન 8 Gen 5 અને 7600mAhની બેટરી સાથે ભારતમાં લોન્ચ, જાણો કિંમત

iQOO 15R 8GB RAM + 256GB સ્ટોરેજ, 12GB RAM + 256GB સ્ટોરેજ અને 12GB + 512GB સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે.

iQOO 15R સ્નેપડ્રેગન 8 Gen 5 અને 7600mAhની બેટરી સાથે ભારતમાં લોન્ચ
iQOO 15R સ્નેપડ્રેગન 8 Gen 5 અને 7600mAhની બેટરી સાથે ભારતમાં લોન્ચ (iQOO Global)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 24, 2026 at 3:46 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: Vivoની સબબ્રાન્ડ iQOOએ ભારતમાં 15R ફોન લોન્ચ કરી દીધો છે. ફોનમાં 144Hzની AMOLED ડિસ્પ્લે, સ્નેપડ્રેન 8 Gen 5 પ્રોસેસર, 12GB RAM 512GB સ્ટોરેજ, 50MP ડ્યુઅલ રીયર કેમેરા સેટઅપ, 7600mAhની બેટરી 100W ફ્લેશચાર્જ સપોર્ટ છે. આ ફોન Origin OS 6 પર આધારિત એન્ડ્રોઈડ 16 પર ચાલે છે. નોંધનીય વાત એ છે કે iQOO 15R એ કંપનીની R સીરિઝના હેડસેટનો પહેલા સ્માર્ટફોન છે. ભારતમાં iQOO 15Rની સીધી ટક્કર મીડ રેન્જના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 15R, Realme 16 Pro Plus અને Vivo V70 સાથે હશે.

iQOO 15Rની કિંમત અને ઓફર્સ
iQOO 15R ત્રણ રેમ અને સ્ટોરેજ વેરિએન્ટમાં આવે છે. 8GB RAM + 256GB સ્ટોરેજ મોડલની કિંમત 44,999 રૂપિયા છે. 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 47,999 અને 12GB RAM + 512GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 52,999 રૂપિયા છે. તે ટ્રાયમ્ફ સિલ્વર અને ડાર્ક નાઈટ કલરમાં આવે છે.

iQOO 15R ખરીદી માટે iQOOની ઓફિશિયલ વેબસાઈટ અને Amazon પર ઉપલબ્ધ છે.

લોન્ચ ઓફરના ભાગ રૂપે ચાઈનીઝ સ્માર્ટપોન કંપની HDFC બેંક અને Axis બેંક ક્રેડિટ, ડેબિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર રૂ.4000નું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઉપરાંત કંપની ફોનની ખરીદી પર iQOO/Vivoના રૂ.1899ની કિંમતના ટ્રુ વાયરલેસ સ્ટીરીઓ (TWS) પણ આપી રહી છે. ઓફરના કારણે ફોનની કિંમત પણ દરેક મોડલમાં રૂ.4000 જેટલી સસ્તી થશે.

iQOO 15Rના સ્પેસિફિકેશન

iQOO 15R ની લંબાઈ 157.61mm, પહોળાઈ 74.42mm અને જાડાઈ 7.9mm છે. ડાર્ક નાઈટ વેરિઅન્ટનું વજન 202 ગ્રામ અને ટ્રાયમ્ફ સિલ્વર મોડેલનું 206 ગ્રામ વજન છે. ફોનમાં 144Hz રિફ્રેશ રેટ સાથે 6.59-ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે, 5,000 nits સુધી પીક બ્રાઇટનેસ, ગેમિંગ માટે 360Hz ટચ સેમ્પલિંગ રેટ, આઇકેર પ્રોટેક્શન અને HDR10+ સપોર્ટ છે.

તેમાં 3nm ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 Gen 5 ચિપસેટ છે, જે Q2 સુપરકોમ્પ્યુટિંગ ચિપ અને નેટવર્ક એન્હાન્સમેન્ટ ચિપ સાથે જોડાયેલી છે. CPU 12GB સુધી RAM અને 512GB સ્ટોરેજ સાથે જોડાયેલું છે. iQOO દાવો કરે છે કે ડિવાઇસે 3.5 મિલિયનથી વધુ પોઈન્ટનો AnTuTu બેન્ચમાર્ક સ્કોર પ્રાપ્ત કર્યો છે. આ હેન્ડસેટમાં થર્મલ મેનેજમેન્ટ માટે 6.5K IceCore Vapour Chamber (VC) કૂલિંગ સિસ્ટમ પણ છે.

તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 50MP Sony LYT-700V પ્રાઇમરી સેન્સર અને 8MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સનો સમાવેશ થાય છે. ફોનમાં 32MP ફ્રન્ટ કેમેરા છે.

ફોનમાં 100W ફ્લેશચાર્જ સપોર્ટ સાથે 7,600mAh સિલિકોન એનોડ બેટરી છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ 16 પર આધારિત OriginOS 6 પર ચાલે છે, જે 4 વર્ષના ઓપરેટિંગ સિસ્ટમ (OS) અપગ્રેડ અને 6 વર્ષના સુરક્ષા અપડેટ્સ સાથે આવે છે. તેમાં IP68 અને IP69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ છે.

આ પણ વાંચો:

  1. iPhone યૂઝર્સ માટે WhatsApp નવા ફીચર પર કરી રહ્યું છે કામ, જાણો શું છે ખાસ
  2. NASAએ અંતિમ સમયે ટાળી દીધુ પોતાનું મૂન મિશન Artemis 2, જાણો કેમ લીધો આવો નિર્ણય