ETV Bharat / technology

Googleએ METAના Gemini AI ઍક્સેસ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ?

ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ અનુસાર, માર્ચ મહિનામાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો, જેને કારણે મેટાના કેટલાક AI પ્રોજેક્ટ્સમાં વિક્ષેપ સર્જાયો.

ગૂગલે મેટાની જેમિની AI ઍક્સેસ પર લગાવી રોક
ગૂગલે મેટાની જેમિની AI ઍક્સેસ પર લગાવ્યો પ્રતિબંધ (Image Credit: IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 29, 2026 at 2:58 PM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: ગૂગલે સોશિયલ મીડિયા કંપની METAના જેમિની AI મોડેલ્સના ઍક્સેસને મર્યાદિત કરી દીધો છે. આ નિર્ણય મેટા દ્વારા જરૂરિયાત કરતાં ઘણી વધારે કોમ્પ્યુટિંગ ક્ષમતાની માંગ કરવામાં આવી હોવાને કારણે લેવામાં આવ્યો છે. પરિણામે, ગૂગલે META માટે પોતાની AI સેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, આ પ્રતિબંધો માર્ચ મહિનાની આસપાસ લાગુ કરવામાં આવ્યા હતા, જેના કારણે ગૂગલ મેટાની સંપૂર્ણ માંગ પૂરી કરી શક્યું નહીં. આ અછતને કારણે મેટાના કેટલાક આંતરિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રોજેક્ટ્સમાં વિલંબ અને અડચણ ઊભી થઈ છે, જે ટેક ઉદ્યોગમાં વધતા કમ્પ્યુટિંગ સંસાધનોના દબાણને સ્પષ્ટ દર્શાવે છે.

આ અહેવાલમાં એ પણ જણાવાયું છે કે મેટા ગૂગલના સૌથી મોટા ગ્રાહકોમાંથી એક છે અને જેમિની મોડેલ્સ માટે તેમની અસાધારણ ઊંચી માંગને કારણે જ ગૂગલને આ નિર્ણય લેવો પડ્યો, કારણ કે કમ્પ્યુટિંગ ક્ષમતાની તીવ્ર અછત ઉદ્ભવી હતી.

આ પ્રતિબંધોના કારણે METAએ પોતાના કર્મચારીઓને AI સંસાધનોનો ઉપયોગ અત્યંત સમજદારીથી કરવા સૂચના આપી છે, જેમાં AI ટોકન્સનો વપરાશ ઘટાડવાનો પણ સમાવેશ થાય છે. AI ટોકન્સ તે એકમ છે જે જનરેટિવ AI મોડેલ્સના ઉપયોગને માપવા અને સંચાલિત કરવા માટે વપરાય છે. આ અહેવાલમાં એ પણ સામે આવ્યું છે કે ગૂગલના અન્ય કેટલાક ગ્રાહકોને પણ કમ્પ્યુટિંગ સંસાધનોની ઍક્સેસમાં મર્યાદાઓનો સામનો કરવો પડ્યો છે, જોકે તેમના પર મેટા જેટલો ગંભીર અસર થઈ નથી.

વધતી માંગ વચ્ચે ગૂગલના પડકાર
ગૂગલ અને મેટા વચ્ચેનો આ AI ક્ષમતાઓનો મામલો દર્શાવે છે કે મોટી ટેક કંપનીઓ AI ક્ષમતાઓને વિસ્તારવાની રેસમાં કેવું દબાણ અનુભવી રહી છે. ડેટા સેન્ટર્સ અને અદ્યતન ચિપ્સમાં અબજો ડૉલરનું રોકાણ કર્યા છતાં, AI કમ્પ્યુટિંગ પાવરની માંગ ઉપલબ્ધ સપ્લાઈ કરતાં આગળ વધી રહી છે. ગૂગલે પોતે પણ સ્વીકાર્યું છે કે AI ક્ષમતા સાથે સંકળાયેલી આ સમસ્યા એક મોટો પડકાર છે.

કંપનીની પ્રથમ ત્રિમાસિક કમાણી દરમિયાન, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે જણાવ્યું હતું કે, ગૂગલ ક્લાઉડનો રેવન્યુ 20 અબજ ડૉલર સુધી પહોંચ્યો છે. જોકે, કંપનીના CEO સુંદર પિચાઈએ કહ્યું હતું કે, કમ્પ્યુટિંગ ક્ષમતાની મર્યાદાઓને કારણે વૃદ્ધિ વધુ મજબૂત થઈ ન શકી, જે વધુ હોઈ શકતી હતી. આ કારણે ક્લાઉડ વિભાગના બેકલોગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

મેટા અંગે સામે આવેલી આ પ્રતિબંધો પરથી સ્પષ્ટ થાય છે કે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત હવે ટેક ઉદ્યોગ માટે એક ગંભીર સમસ્યા બની રહી છે. સમગ્ર વિશ્વની ટેક કંપનીઓ જનરેટિવ AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં રોકાણ વધારી રહી છે, તેમ છતાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત પૂરી થઈ શકતી નથી.

આ પણ વાંચો...

  1. Appleની પ્રોડક્ટ્સમાં 41%નો તોતિંગ વધારો, ટિમ કુકે 'સો વર્ષમાં આવતું સંકટ' ગણાવ્યું
  2. નાસા ISSને સમુદ્રમાં ડુબાડશે: 2031 સુધીમાં પ્રશાંત મહાસાગરના 'પોઈન્ટ નિમો' ખાતે કરાશે ડીઓર્બિટ, ઓશન ફાઉન્ડેશને વ્યક્ત કરી ચિંતા