ETV Bharat / technology

12 ઓગસ્ટે ગૂગલની 'મેડ બાય ગૂગલ' ઇવેન્ટ, Pixel 11 અને Watch 5 થઈ શકે છે લોન્ચ

ગૂગલે મંગળવારે 'મેડ બાય ગૂગલ' ઇવેન્ટની તારીખની પુષ્ટિ કરી, 12 ઓગસ્ટે ન્યુ યોર્ક સિટીમાં સતત બીજા વર્ષે આ ઇવેન્ટનું આયોજન કરાશે.

ફાઇલ ફોટો - ગૂગલનની 'Made by Google' ઇવેન્ટ
ફાઇલ ફોટો - ગૂગલનની 'Made by Google' ઇવેન્ટ (photo Credit - Google)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 8, 2026 at 2:37 PM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: ગૂગલે મંગળવારે તેની વાર્ષિક ‘મેડ બાય ગૂગલ’ હાર્ડવેર ઇવેન્ટની તારીખ જાહેર કરી છે. 12 ઓગસ્ટના રોજ ન્યુ યોર્ક સિટીમાં યોજાનારી આ ઇવેન્ટમાં કંપની તેની આગામી ફ્લેગશિપ પિક્સેલ સિરીઝ – સંભવતઃ પિક્સેલ 11 સિરીઝ– અને પિક્સેલ વોચ 5ને લોંચ કરી શકે છે.

જણાવી દઈએ કે, ગયા વર્ષની જેમ, આ ઇવેન્ટ ન્યુ યોર્ક સિટીમાં યોજાશે. આ સતત બીજા વર્ષે ગૂગલે આ ઇવેન્ટ માટે આ યુએસ શહેર પસંદ કર્યું છે. નવા સ્માર્ટફોન ઉપરાંત, માઉન્ટેન વ્યૂ સ્થિત ટેક કંપની પિક્સેલ વોચ 5 સિરીઝ પણ લોન્ચ કરી શકે છે.

'Made by Google' ઇવેન્ટ 12 ઓગસ્ટના રોજ યોજાવાની છે. કંપનીએ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ બ્લૂમબર્ગના માર્ક ગુરમેન અને યુટ્યુબર માર્ક્સ બ્રાઉનલી (MKBHD) દ્વારા શેર કરાયેલા ઈન્વિટેશને તારીખ જાહેર કરી છે. હાર્ડવેર લોન્ચ ઇવેન્ટનો મુખ્ય ભાગ 3:00 PM PT (3:30 AM IST) વાગ્યે શરૂ થશે, જે સમય Googleના સામાન્ય હાર્ડવેર લોન્ચ પ્રેઝન્ટેશનથી થોડો અલગ છે.

ગુરમેન અને MKBHD બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Googleનું ઈન્વિટેશન શેર કર્યું, જેમાં “પિક્સેલની આગામી સિરીઝ”ના લોન્ચનો સંકેત આપવામાં આવ્યો. ઈન્વિટેશનમાં પરિચિત આડી કેમેરા વિઝરની સાથે ચળકતી સોનાની ધાતુની ફ્રેમ દર્શાવતું સંક્ષિપ્ત એનિમેશન શામેલ છે – તાજેતરના Pixel ફ્લેગશિપ્સનું એક સિગ્નેચર ડિઝાઇન તત્વ. ઈન્વિટેશન પરથી એવું લાગી રહ્યું છે કે Google Pixel 11 અગાઉના મોડેલોની વિશિષ્ટ ડિઝાઇન જાળવી શકે છે, જોકે આ વર્ષે એક નવો ગોલ્ડ કલર ઓપ્સન પણ લોન્ચ કરી શકાય છે.

અટકળો એવી ચાલી રહી છે કે Pixel 11 સિરીઝમાં ચાર મોડેલ હશે: સ્ટાન્ડર્ડ Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL, અને Pixel 11 Pro Fold. અગાઉના લીક્સ સૂચવે છે કે આ ફોનમાં ઉચ્ચ પીક બ્રાઇટનેસ સાથે સેમસંગના નવા M16 OLED પેનલ્સ, ગૂગલનું નેક્સ્ટ-જનરેશન ટેન્સર G6 ચિપસેટ (2nm પ્રોસેસર પર બનેલ), મીડિયાટેક M90 મોડેમ અને નવી ટાઇટન M3 સુરક્ષા ચિપ હોઈ શકે છે.

ગૂગલની આગામી ફ્લેગશિપ સિરીઝમાં અપગ્રેડેડ કેમેરા સેન્સર પણ હોઈ શકે છે. વધુમાં, અહેવાલો સૂચવે છે કે બેઝ સ્ટોરેજ 128GB થી 256GB સુધી વધી શકે છે, જે સંભવિત રીતે 128GB વિકલ્પને સંપૂર્ણપણે બંધ કરી શકે છે.

વધુમાં, Pixel Watch 5 કંપનીની ‘Made by Google’ ઇવેન્ટમાં લોન્ચ થવાની અપેક્ષા છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે Google આ સ્માર્ટવોચને બે કદમાં ઓફર કરી શકે છે, જે પાછલી સિરીઝ માટે ઉપયોગમાં લેવાતી વ્યૂહરચનાને અનુસરે છે.

હાર્ડવેર અપગ્રેડ ઉપરાંત, ‘Pixel Glow’ નામના નવા ડિઝાઇની ચર્ચા છે. અફવા છે કે Pixel 11 ફોનના પાછળના ભાગમાં લાઇટિંગ સ્ટ્રીપ અથવા સૂચક હોઈ શકે છે, જે Googlebook ઉપકરણો અને તાજેતરના સ્માર્ટ હોમ ઉત્પાદનો પર જોવા મળે છે.

આ પણ વાંચો...

  1. 2026 ના અંત સુધીમાં 16 નવી પ્રોડક્ટ્સ લૉન્ચ કરશે Apple, પહેલો ફોલ્ડેબલ ફોન પણ સામેલ
  2. કેન્દ્રએ METAને બાળ યૌન શોષણ કન્ટેન્ટને પ્રોત્સાહ આપતી ઇન્સ્ટા જાહેરાતો હટાવવા કહ્યું, જાણો શું છે સમગ્ર મામલો