ફિનટેક કંપની બ્લોકે તેના 10 હજાર કર્મચારીઓમાંથી 4 હજારની કરી છટણી, કારણ જાણીને ચોંકી જશો
વૈશ્વિક ફિનટેક કંપની બ્લોકે તેના 10000 થી વધુ કર્મચારીઓમાંથી 4000 થી વધુને છૂટા કર્યા, કંપનીના CEOએ આ નિર્ણયને AI ના ઉપયોગને વધારવા લીધો હોવાનું જણાવ્યું.

Published : February 27, 2026 at 4:57 PM IST
બેંગકોક: વૈશ્વિક ફિનટેક કંપની બ્લોક (Block) એ તેના 10,000 થી વધુ કર્મચારીઓમાંથી 4,000 થી વધુને પોતાની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. કંપનીના CEO જેક ડોર્સીએ આ નિર્ણય Artificial Intelligence ના ઉપયોગને વધારવા માટે લીધો હોવાનું જણાવ્યું છે. નોકરીમાંથી કાઢી મૂકાયેલા આ કર્મચારીઓ કંપનીના કુલ કર્મચારીઓના લગભગ 40 ટકા જેટલા છે.
સાન ફ્રાન્સિસ્કો સ્થિત આ કંપની સ્ક્વેર અને કેશ એપ જેવા ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મની પેરેન્ટ કંપની છે. શેરધારકોને લખેલા પત્રમાં જેક ડોર્સીએ જણાવ્યું કે, ઇન્ટેલિજન્સ ટૂલ્સે કંપની બનાવવા અને ચલાવવાનો અર્થ બદલી નાખ્યો છે. નાની ટીમ, અમે બનાવી રહ્યા છીએ તે ટૂલ્સનો ઉપયોગ કરીને, વધુ કામ કરી શકે છે અને તે વધુ સારી રીતે કરી શકે છે.
ડોર્સીએ આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જૂના ટ્વિટર) પર પણ પોસ્ટ કરી હતી, જેના તે સહ-સ્થાપક પણ છે. નોકરીમાં કાપ મૂકવા પાછળ AIને મુખ્ય કારણ ગણાવતી તેમની પોસ્ટે ઉદ્યોગ જગતમાં નવી ચર્ચા જગાવી છે.
શેરબજારમાં ઉછાળો
વિશ્લેષકોના મતે, રોકાણકારોએ આ નિર્ણયને કંપનીની નફાકારકતા અને કાર્યક્ષમતામાં વધારો કરનાર પરિબળ તરીકે જોયો, જેના કારણે શેરબજારમાં ખરીદી વધી. કંપનીના શેરમાં પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં 20% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. અગાઉ ગુરુવારે શેર $54.53 પર બંધ રહ્યો હતો, જે કમાણીના અહેવાલ બાદ ટ્રેડિંગ પછીના સમયમાં વધીને લગભગ $69 થઈ ગયો. કંપનીએ તેના ચોથા ત્રિમાસિક ગ્રોસ પ્રોફિટમાં એક વર્ષ અગાઉની સરખામણીએ 24% નો વધારો નોંધાવ્યો છે.
ઉદ્યોગ નિષ્ણાતોની પ્રતિક્રિયા
SPI એસેટ મેનેજમેન્ટના સ્ટીફન ઇન્સે જણાવ્યું, "વર્ષોથી અમે ચર્ચા કરી રહ્યા હતા કે શું AI નોકરીઓને અસર કરશે. હવે અમારી પાસે એક જાહેર કેસ સ્ટડી છે જેમાં CEO એ સ્પષ્ટપણે કહ્યું છે કે ઇન્ટેલિજન્સ ટૂલ્સે કંપની બનાવવા અને ચલાવવાનો અર્થ બદલી નાખ્યો છે." તેમણે ઉમેર્યું કે અન્ય મોટા નોકરીદાતાઓએ પણ તાજેતરના મહિનાઓમાં હજારો કર્મચારીઓની છટણી કરી છે.
છટણી અને સહાય
2009 માં સ્થપાયેલી આ કંપની યુએસએ, કેનેડા, યુરોપના ભાગો, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં કાર્યરત છે. ડોર્સીએ જણાવ્યું કે છૂટા કરાયેલ કર્મચારીઓ માટે કંપની મદદ કરશે, જોકે વિદેશી કર્મચારીઓ માટે શરતો અલગ હોઈ શકે છે. આ છટણી એવા સમયે થઈ છે જ્યારે તાજેતરના મહિનાઓમાં UPS, Amazon, Dow અને વોશિંગ્ટન પોસ્ટ સહિત અનેક મોટી કંપનીઓએ પણ મોટા પાયે છટણીની જાહેરાત કરી છે.
આ પણ વાંચો:
Layoff in IT Sectors: આ ટોચની કપંનીઓમાં થવાની છે હજારો કર્મચારીઓની છટણી, જાણો કારણ...
LinkedIn layoffs: LinkedIn એ 716 કર્મચારીઓની છટણી કરી, ચાઇના એપ બંધ કરી
Google lays off robots: ગૂગલમાંથી 12000 લોકોની છટણી બાદ હવે આવ્યો રોબોટનો ટર્ન

