ETV Bharat / state

વાવ-થરાદ: પ્રેમલગ્ન કરનાર યુવક અને માતા-પિતા પર હુમલો કરી પરિજનોએ કર્યું યુવતીનું અપહરણ, 13 સામે ફરિયાદ

દિયોદરના લુદરા ગામે પ્રેમલગ્નથી નારાજ થઈ યુવતીના પરિજનોએ યુવકના ઘરમાં ઘૂસી તોડફોડ કરી મારમારી યુવતીનુ અપહરણ કરતા પોલીસે 13 લોકો સામે ફરિયાદ નોધી છે.

પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પરિજનોએ કર્યું અપહરણ
પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પરિજનોએ કર્યું અપહરણ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 29, 2026 at 10:26 PM IST

|

Updated : June 30, 2026 at 10:33 AM IST

1 Min Read
Choose ETV Bharat

વાવ-થરાદ: વાવ-થરાદ જિલ્લામાં ફરી એકવાર પ્રેમ લગ્નની અદાવતમાં યુવતીના પરિજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રેમલગ્નથી નારાજ થઈ યુવતીને ઉઠાવવા માટે યુવકના ઘરે આવેલા પિયરપક્ષના લોકોએ મારપીટ કરી હતી અને પોતાની દિકરીને ઉઠાવી ગયા હતા. ઘટનામાં પ્રેમલગ્ન કરનારા યુવક અને યુવકના માતા-પિતાને મારમારતા ઈજાઓ પહોંચી છે.

વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામે પ્રેમ લગ્નથી નારાજ થયેલા યુવતીના પરિજનોએ યુવકના ઘર ઉપર અને યુવક પર હુમલો કર્યો હતો. મોડી રાત્રે યુવકના ઘરમાં ઘુસી તોડફોડ કરી હતી અને યુવકને માર મારી તેના માતા-પિતાને પણ ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહી પોતાની દિકરીને બળજબરી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં યુવકના માતાપિતાને ઈજાઓ થઈ હતી જેમને દિયોદરની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હતા.

પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પરિજનોએ કર્યું અપહરણ (ETV Bharat Gujarat)

ઘટના બાદ યુવકે 112 ઉપર ફોન કરતા દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ પોલીસે ઘટના સ્થળનું પંચનામુ કરી યુવકની ફરિયાદના આધારે યુવતીના પિતા કાકા સહિત 13 લોકો સામે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધી તપાસ આરંભી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ યુવકે એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા અને આ પ્રેમલગ્નથી નારાજ થયેલા યુવતીના પરિજનો લુદરા ગામે યુવકના ઘરે પહોંચી યુવક ઉપર હુમલો કરી મારમાર્યો હતો. એટલું જ નહી યુવકના ઘરમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડી પ્રેમલગ્ન કરનાર યુવકના માતાપિતા સાથે પણ મારપીટ કરતા તેમણે ઈજાઓ પહોંચી હતી.

પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પરિજનોએ કર્યું અપહરણ
પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પરિજનોએ કર્યું અપહરણ (ETV Bharat Gujarat)

દિયોદર પોલીસે જણાવ્યું હતું કે, યુવતીના પિયરપક્ષમાં પિતા, કાકા સહિત 13 જેટલા લોકોએ હુમલો કર્યો હતો અને યુવતીને બળજબરી પોતાની સાથે ઉઠાવી લઈ ગયા હતા. ઘટનાને લઈ પીડિત પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે હાલમાં 13 લોકો સામે અપહરણ મારપીટનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

  1. રાજકોટ: શાપરમાં વૃદ્ધને બંધક બનાવી 2.49 કરોડ લૂંટનારા 3 ઝડપાયા, 5 હજુ ફરાર, MPથી કાર ભાડે કરીને આવ્યા હતા
  2. કાંકરેજના રવિયાણા ગામેથી 944 ગ્રામ અફીણ સાથે એકની અટકાયત, 4.77 લાખનો મુદ્દામાલ જપ્ત
Last Updated : June 30, 2026 at 10:33 AM IST