ETV Bharat / state

વાવ થરાદ: પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી સોશિયલ મીડિયામાં રીલ મૂકી, ભુજ નજીકથી ઝડપાયા 3 આરોપી

સમગ્ર હકીકત તપાસતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 3, 2026 at 1:40 PM IST

|

Updated : May 3, 2026 at 10:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

વાવ થરાદ : જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા ઉપર સવાલ ઉઠાવી પોલીસને પડકાર આપતી ઘટના સામે આવી છે. સુઈગામના યુવકનું પ્રેમ પ્રકરણની અદાવતમાં ત્રણ શખ્સોએ કારમાં વાવની એટા ચોકડીથી ધોળે દિવસે અપહરણ કર્યું, ત્યારબાદ સોશિયલ મીડિયામાં અપહરણ કર્યાની રીલ ફરતી કરી જે બાદ પરિવારને જાણ થતા જ પરિવાર દોડતો થયો હતો. ભયભીત બનેલો પરિવાર સુઈગામ પોલીસ મથકે જાણ કરી હતી. અપહરણ કરનારા ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. ભુજ નજીકના ત્રણેય શખ્સો ઝડપાઈ ગયા છે. પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુઈગામ પોલીસે અપહરણ કારોને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

પ્રેમ પ્રકરણમાં યુવકનુ અપહરણ (ETV Bharat Gujarat)

સુઈગામ પોલીસ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં યુવકનું અપહરણ પ્રેમ પ્રકરણની અદાવત કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો અને ટેકનિકલ ઈન્ટેલિજન્સની મદદથી પોલીસે આખરે બે દિવસમાં જ યુવકને વાપીથી પરત હેમખેમ લાવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

અપહરણની ઘટનાના આરોપીઓ
અપહરણની ઘટનાના આરોપીઓ (ETV Bharat Gujarat)

મળતી માહિતી મુજબ, સુઈગામના હિતેશ નામના યુવકનુ કારમાં આવેલા ત્રણ શખ્સોએ વાવની એટા ચોકડીથી ફિલ્મી ઢબે અપહરણ કરી ઉઠાવી ગયા હતા. જે બાદ જાણે પોલીસ તંત્રને પડકાર ફેંકતા હોય તેમ સોશિયલ મીડિયામાં રીલ મૂકી વાયરલ કરી હતી. ત્રણ શખ્સો અપહરણ કરી હિતેશને વાપી વલસાડ લઈ ગયા જે બાદ વાપી છોડીને ભાગી ગયા હતા અને પોલીસે વાપી પહોંચી હિતેશને હેમખેમ પરત લાવ્યો છે.

પ્રેમ પ્રકરણમાં યુવકનુ અપહરણ
પ્રેમ પ્રકરણમાં યુવકનુ અપહરણ (ETV Bharat Gujarat)

હિતેશ એ કહ્યું કે, તેનું અપહરણ કર્યા બાદ તેને વાપી વલસાડ લઈ ગયા માર માર્યો. નિવસ્ત્ર કરીને વિડીયો બનાવ્યો. કોઈને કશું કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. પ્રેમપ્રકરણની અદાવત રાખી તેનુ અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે હેમખેમ પરત આવતા હિતેશે ન્યાયની માંગ સાથે અપહરણ કરનારા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

પોલીસે તપાસ શરુ કરી
પોલીસે તપાસ શરુ કરી (ETV Bharat Gujarat)

આ સમગ્ર મામલે સુઈગામ પોલીસ મથકના પીએસઆઈ સાથે ટેલીફોનિક વાતચીત કરતા કહ્યું કે, "અપહરણ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે જ દિવસમાં યુવકને વાપીથી પરત લાવવામાં આવ્યો છે. હાલમાં સુઈગામ પોલીસે અપહરણ મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી લીધો છે અને અલગ અલગ ટીમો દ્વારા ફરાર થયેલા ત્રણેય શખ્સોને પકડવા માટેના ચક્રો પણ ગતિમાન કરી દીધા છે.

આ પણ વાંચો...

  1. યુટ્યુબર સલીમ વાસ્તિકની ધરપકડ; અપહરણ અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી
  2. સુરત: કાપોદ્રામાં ફૂટપાથ પર માતાના ખોળામાંથી 3 વર્ષની બાળકીનું કર્યુ અપહરણ
Last Updated : May 3, 2026 at 10:16 PM IST