ETV Bharat / state

માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં પણ પડી શકે છે કમોસમી વરસાદ, રમણીકભાઈ વામજાની આગાહી

આવનારા ત્રણ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં પવન સાથે, તો ક્યાંક હળવો કમોસમી વરસાદ થવાનું અનુમાન લગાવ્યું છે દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ.

માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં પણ પડી શકે છે કમોસમી વરસા
માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં પણ પડી શકે છે કમોસમી વરસા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 24, 2026 at 1:33 PM IST

2 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: માર્ચ એપ્રિલ અને મે, આ ત્રણ મહિનામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. આ પ્રકારની ચિંતાજનક આગાહી દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હોળી બાદ 27 નક્ષત્રોને ધ્યાને રાખીને દેશી વરસાદ વિજ્ઞાન દ્વારા વરસાદ ઠંડી અને ગરમીનું અનુમાન લગાવવામાં આવે છે, જે અંતર્ગત આવનારા ત્રણ મહિનામાં પણ બે દિવસ કેટલાક વિસ્તારોમાં પવન સાથે, તો ક્યાંક હળવો કમોસમી વરસાદ થવાનું અનુમાન લગાવ્યું છે.

દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાની કમોસમી વરસાદને લઈને આગાહી (Etv Bharat Gujarat)

રમણીકભાઈ વામજાની આગાહી

દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાની આગાહી અનુસાર માર્ચ, એપ્રિલ અને મે મહિનાના બે દિવસ દરમિયાન કોમસમી વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, કેટલાક વિસ્તારમાં પવન સાથે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે છે. દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર દ્વારા 27 નક્ષત્રો અને કુદરતમાંથી મળતા સંકેતો અનુસાર શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારે ઠંડી ગરમી કે વરસાદની આગાહી કરવાની આ સૌથી પ્રાચીન અને જૂની પદ્ધતિ છે. જે મુજબ આવનારા ત્રણ મહિના દરમિયાન કેટલાક દિવસોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ ઊભી થઈ શકે છે.

દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાની આગાહી
દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાની આગાહી (Etv Bharat Gujarat)

નરસિંહ મહેતાએ ગાયો હતો મેઘ મલ્હાર રાગ

દેશી વરસાદ વિજ્ઞાન કુદરતમાંથી મળતા સંકેતો અનુસાર ચાલતુ હોય છે, ત્યારે નરસિંહ મહેતાના સમયમાં હોળી પૂર્વેના દિવસોમાં તેમણે મેઘ મલ્હાર રાગ ગાયો હતો, જેને કારણે કેટલાક વર્ષોમાં હોળી પૂર્વેના દિવસોમાં કોમોસમી વરસાદ પડી રહ્યો છે. આ સમય દરમિયાન કેસુડા ખિલ્યા હોવાને કારણે પણ તે કમોસમી વરસાદને ખેંચી શકે છે. વધુમાં અત્યારે જે કુદરતમાંથી સંકેતો મળી રહ્યા છે તે મુજબ આવનારું ચોમાસુ વરસાદની દ્રષ્ટિએ સારું હોવાનું અનુમાન પણ રમણીકભાઈ વામજાએ લગાવ્યું છે. હોળીની જાળ બાદ પણ વરસાદ અને ગરમીનું એક નવું અનુમાન બહાર આવી શકે છે.

માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં પણ પડી શકે છે કમોસમી વરસાદ
માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં પણ પડી શકે છે કમોસમી વરસાદ (Etv Bharat Gujarat)

માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં પણ માવઠું

દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં પણ કમોસમી વરસાદ પડશે તેવું અનુમાન લગાવ્યું છે. 23 અને 26 માર્ચના દિવસે વાતાવરણમાં પલટો જોવા મળશે, અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠા રૂપી વરસાદ પડશે. અશ્વિની નક્ષત્રને કારણે 24 અને 26 એપ્રિલના દિવસે પણ વરસાદ પડી શકે છે, આવું અનુમાન તેમને લગાવ્યું છે. તો બીજી તરફ 3 અને 7 માર્ચ આ બે દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન ભરણી નક્ષત્ર હોવાને કારણે અતિ ભારે ગરમી પણ પડી શકે છે. કૃતિકા નક્ષત્રને કારણે 17 અને 21મી મેના દિવસે પણ કેટલાક વિસ્તારોમાં માવઠા રૂપી વરસાદ પડવાની સંભાવનાઓ ઊભી થઈ શકે છે.

  1. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો; સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો, ખેડૂતોમાં ચિંતા
  2. હવામાન વિભાગની આગાહી: ગુજરાતના ચાર જિલ્લાઓમાં થઈ શકે છે કમોસમી વરસાદ