ETV Bharat / state

ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી, ત્રણ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ

આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે ₹1,067.35 કરોડ થશે અને તે લગભગ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી
ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 24, 2026 at 8:25 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના હાલના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે. અંદાજે ₹1067.35 કરોડના ખર્ચે 3.33 કિલોમીટર લાંબા આ વિસ્તરણ હેઠળ ત્રણ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સ્થપાયેલા અને વિશ્વભરમાં ફિનટેક હબ તરીકે ખ્યાતિ મેળવી રહેલા ગિફ્ટ સિટીમાં મલ્ટિનેશનલ ફિનટેક કંપનીઓ સહિત ગિફ્ટ સિટીમાં કાર્યરત એકમો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રો તથા અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને આ કનેક્ટિવિટીનો લાભ આપવા માટે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય કેબિનેટનો આભાર માન્યો છે.

હાલમાં, ગુજરાત મેટ્રોનો 68.28 કિમી લાંબો અમદાવાદ મેટ્રો ફેઝ I (APMC થી મોટેરા સ્ટેડિયમ (ઉત્તર-દક્ષિણ કોરિડોર) અને થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામ (પૂર્વ-પશ્ચિમ કોરિડોર) અને ફેઝ II (મોટેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર અને GNLU થી GIFT સિટી), કુલ 53 સ્ટેશનો સાથે, સપ્ટેમ્બર 2022 (તબક્કો I) અને જાન્યુઆરી 2026 (તબક્કો II) થી સફળતાપૂર્વક કાર્યરત છે. દરરોજ આશરે 1.60 લાખ લોકો પરિવહનના આ અનુકૂળ માધ્યમનો લાભ લઈ રહ્યા છે.

હવે, કેન્દ્રીય મંત્રીમંડળે GIFT સિટી થી શાહપુર સુધી 3.33 કિમીના વિસ્તરણને મંજૂરી આપી છે, જેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે ₹1,067.35 કરોડ થશે અને તે લગભગ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

  1. અમદાવાદને મળી તેની પ્રથમ 'મેક ઇન ઇન્ડિયા' મેટ્રો ટ્રેન, CM ભુપેન્દ્ર પટેલે મેટ્રો રેલ માટેના કોચીસનું કર્યુ લોન્ચિંગ
  2. અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે ફોનથી જ મળશે ટિકિટ, આ રીતે 3 સરળ સ્ટેપ્સમાં ટિકિટ બુક કરો