નેપાળમાં આવેલા પૂરમાં બનાસકાંઠાના બે લોકો સુરક્ષિત, ફોન પર વાચતીત બાદ પરિવારજનોને હાશકારો
નેપાળમાં ભૂસ્ખલનને કારણે રસુવા અને નુવાકોટ જિલ્લામાં ભયાનક પૂર આવ્યું હતું. આ આફતમાં 170થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 1500થી વધુ લોકો ગુમ છે

Published : August 27, 2026 at 3:06 PM IST
|Updated : August 27, 2026 at 9:03 PM IST
બનાસકાંઠા: નેપાળમાં ભૂસ્ખલનને કારણે રસુવા અને નુવાકોટ જિલ્લામાં ભયાનક પૂર આવ્યું હતું. આ આફતમાં અત્યાર સુધી 170થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 1500થી વધુ લોકો ગુમ છે. નેપાળમાં આવેલા પૂર બાદ ત્યાં રોજગાર માટે ગયેલા બનાસકાંઠાના બે યુવકના પરિવારજનો પણ ચિંતામાં મુકાયા હતા. પરિવારજનોએ માહિતી કંટ્રોલ રૂમને આ મામલે જાણ કરી છે.
નેપાળ પૂર બાદ બનાસકાંઠાના પરિવારે ચિંતા વ્યક્ત કરી
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના લવારા ગામના બે યુવકો નેપાળમાં રોજગાર માટે છ મહિના પહેલા સ્થાયી થયા છે. નેપાળ પૂરની પરિસ્થિતિ બાદ ETV ભારત સાથેની વાતચીતમાં યુવકોના પરિવારજનોએ બન્ને યુવક નેપાળમાં સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. આ સાથે જ આ અંગેની જાણ માહિતી કંટ્રોલ રૂમને પણ કરવામાં આવી છે.
નેપાળમાં બનાસકાંઠાના બે યુવક ફસાયા, પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી#Nepal #NepalFlood #Banaskantha pic.twitter.com/yS2ArG0l7T
— ETVBharat Gujarat (@ETVBharatGJ) August 27, 2026
રોજગારી માટે નેપાળ સ્થાયી થયા હતા
નેપાળમાં આવેલા ભયાનક પૂરની પરિસ્થિતિથી યુવકોના માતા-પિતા ચિંતિંત બન્યા છે. પૂરની સ્થિતિમાં બન્ને દીકરાઓ સાથે વાત કરવાનો પરિવારે પ્રયાસ કર્યો હતો જેમાં બન્ને યુવકો હાલ સુરક્ષિત હોવાનું તેમણે જણાવ્યું હતું. ધાનેરાના લવારા ગામના બે ભાઇઓના પુત્ર નેપાળમાં છે જેમાં એક શિક્ષકનો પુત્ર છે.
6 મહિના પહેલા જ બન્ને યુવકો એક કંપનીમાં રોજગારી મેળવવા માટે નેપાળમાં સ્થાયી થયા હતા. છેલ્લા છ મહિનાથી તેઓ નેપાળમાં જ રહે છે. નેપાળમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે બન્ને યુવકોના માતા-પિતાએ ચિંતા વ્યક્ત કરી હતી અને જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. ધાનેરાના લવારા ગામના 24 વર્ષીય કિરણભાઇ ચતુરભાઇ બોગુ અને 24 વર્ષીય પ્રવીણ પાંચાભાઇ સવાણી નામના યુવકો હાલ નેપાળમાં હોવાની માહિતી છે.
પરિવાર ચિંતામાં મુકાયો
પાંચાભાઇ સવાણીએ ETV ભારતને જણાવ્યું હતું કે, ગઇકાલે વિનાશક પૂરની સ્થિતિ બાદ અમે ચિંતામાં મુકાયા હતા. અમારા બાળકોનો અવાજ સાંભળવા માટે અમે સતત સંપર્ક કરતા હતા પણ તેમની સાથે વાતચીત થતા અમે રાહતનો શ્વાસ લીધો છે. બન્ને યુવકોએ જણાવ્યું હતું કે, અમે અત્યારે અમારી કંપનીમાં સુરક્ષિત છીએ અને કોઇ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કંટ્રોલરૂમનો સંપર્ક કરીને અમારા બન્ને યુવકો નેપાળમાં હોવાની પણ માહિતી આપી છે.
આ પણ વાંચો:

