ETV Bharat / state

બે એકર સરકારી જમીન પર નશાનું વાવેતર, અફીણ ડોડાનો 9 કરોડથી વધુનો જથ્થો જપ્ત; ત્રણની અટકાયત

રાપરના ભીમાસર ભૂટકિયા ગામમાંથી સરકારી જમીન પર અફીણ ડોડાનો 6,273 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

બે એકર સરકારી જમીન પર નશાનું વાવેતર
બે એકર સરકારી જમીન પર નશાનું વાવેતર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 27, 2026 at 9:42 AM IST

2 Min Read
Choose ETV Bharat

બનાસકાંઠા: કચ્છ જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસને સફળતા મળી છે. ભીમાસર ભૂટકિયા ગામની સીમમાં સરકારી જમીનામં ગેરકાયદેસર રીતે અફીણ ડોડાનું વાવેતર કરી કરોડો રૂપિયાનો નશો તૈયાર કરવામાં આવતો હતો. કચ્છ સાયબર સેલે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.

સરકારી જમીનમાં અફીણ ડોડાનું વાવેતર

કચ્છના રાપર તાલુકાના ભીમાસર ભૂટકિયા ગામમાં અફીણ ડોડાનું ગેરકાયદેસર વાવેતર થતું હોવાની બાતમી કચ્છ સાયબર સેલને મળી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને ભીમાસર ગામની સીમમાં આવેલી સરકારી જમીન પર રેડ કરી હતી. રેડ દરમિયાન અંદાજે બે એકર જેટલી જમીનમાં ઉગાડવામાં આવેલ અફીણ ડોડાનો પાક મળી આવ્યો હતો. પોલીસ દ્વારા કુલ 6,273 કિલો અફીણ ડોડા જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 9 કરોડ 41 લાખથી વધુ થાય છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓ પ્રભુભાઈ ભાણાભાઈ, ઈશ્વરભાઈ ડાયાભાઈ ગોયલ અને મનસુખભાઈ વજાભાઈ ગોયલની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી આ આરોપીઓ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે અફીણ ડોડાનું વાવેતર કરી રહ્યા હતા. હાલ પોલીસે આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બે એકર સરકારી જમીન પર નશાનું વાવેતર (ETV Bharat Gujarat)

કચ્છ સાયબર સેલ દ્વારા આ નશાના રેકેટ પાછળ અન્ય ઈસમોની કોઈ સંડોવણી છે કે નહીં તેની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. તેમજ અહીંયાથી કેવી રીતે અને ક્યાં ક્યાં વેપાર કરવામાં આવતો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે. કચ્છમાં નશાના કારોબાર સામે પોલીસની આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પણ પોલીસ પહોંચી શકે તેવી શક્યતા છે. બાતમીના આધારે પોલીસના મોટી કારવહી કરી છે પોલીસે ત્રણ શખ્સની પણ અટકાયત કરી લીધી છે.

અફીણ ડોડાનો 9 કરોડથી વધુનો જથ્થો જપ્ત
અફીણ ડોડાનો 9 કરોડથી વધુનો જથ્થો જપ્ત (ETV Bharat Gujarat)
સરકારી જમીન પર અફીણ ડોડાનો 6,273 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
સરકારી જમીન પર અફીણ ડોડાનો 6,273 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો (ETV Bharat Gujarat)

ભૂજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ સમગ્ર કાર્યવાહીની માહિતી આપતા કહ્યું કે, "ગાંજા અફીણનું આખા ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે સાયબર સેલને મળેલી બાતમીના આધારે આ સમગ્ર કાર્યવાહીને પાર પાડવામાં આવી છે. નશાના નેટવર્ક સાથે જોડાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે તેમજ 9.45 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સાથે જ સમગ્ર કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ પોલીસે હાથ ધરી છે."

સરકારી જમીન પર અફીણ ડોડાનું વાવેતર
સરકારી જમીન પર અફીણ ડોડાનું વાવેતર (ETV Bharat Gujarat)

આ પણ વાંચો: