ETV Bharat / state

રાજકોટ-જેતપુર હાઇવે પર મગફળી ભરેલા ટ્રકનું દોરડું તૂટી જતા રસ્તા પર કોથળાનો ઢગલો, 7 KM સુધી ટ્રાફિક જામ

મગફળીના કોથળાનો રસ્તા પર ઢગલો થતા પોલીસે કોથળા ઉપાડી રસ્તો ખુલ્લો કર્યો

રાજકોટ-જેતપુર હાઇવે પર મગફળી ભરેલા ટ્રકનું દોરડું તૂટી જતા રસ્તા પર કોથળાનો ઢગલો
રાજકોટ-જેતપુર હાઇવે પર મગફળી ભરેલા ટ્રકનું દોરડું તૂટી જતા રસ્તા પર કોથળાનો ઢગલો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 6, 2026 at 2:21 PM IST

1 Min Read
Choose ETV Bharat

રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર પીઠડીયા ગામ પાસે મોડી રાત્રે એક માલવાહક ટ્રકનું દોરડું તૂટી જતા હાઇવે મગફળીના કોથળાથી ઉભરાયો હતો. આ અકસ્માતને કારણે હાઇવે પર 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં દર્દીને લઇને જતી એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મગફળીના કોથળા રસ્તા પરથી ઉપાડી રસ્તાને ખુલ્લો કર્યો હતો.

મગફળી ભરેલા ટ્રકનું દોરડું તૂટી જતા મગફળીઓ રસ્તા પર પડી

જેતપુર નજીક મગફળી ભરીને જઈ રહેલી એક ટ્રક મોડી રાત્રે પીઠડીયા પાસેની ગોળાઈમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પાછળના ભાગે બાંધેલું મજબૂત દોરડું તૂટી ગયું હતું. જેને કારણે ટ્રકમાં ભરેલા મગફળીના અસંખ્ય કોથળા હાઈવેની વચ્ચે જ વેરવિખેર થઈ ગયા હતા. એક તરફ સિક્સ લેન રોડની કામગીરી ચાલતી હોવાથી રસ્તો સાંકડો હતો અને તેમાં મગફળીના કોથળા નીચે પડતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટ-જેતપુર હાઇવે પર મગફળી ભરેલા ટ્રકનું દોરડું તૂટી જતા રસ્તા પર કોથળાનો ઢગલો (ETV Bharat Gujarat)

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ટ્રાફિક જામમાં ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. જોકે, સ્થિતિની ગંભીરતા સમજીને એમ્બ્યુલન્સને ડ્રાયવર્જન અથવા અન્ય વૈકલ્પિક માર્ગેથી રવાના કરવામાં આવી હતી. મોડી રાત્રે કડકડતી ઠંડી વચ્ચે નાના બાળકો અને વૃદ્ધો સાથે મુસાફરી કરતા વાહનચાલકો અને રાહદારીઓ કલાકો સુધી અટવાયા હતા અને ભારે પરેશાની વેઠી હતી.

રાજકોટ-જેતપુર હાઇવે પર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા
રાજકોટ-જેતપુર હાઇવે પર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા (ETV Bharat Gujarat)

ઘટનાની જાણ થતા જ વીરપુર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ટ્રાફિકની ગંભીરતા જોઈને પોલીસે મશીનરીની રાહ જોવાને બદલે પોતે જ કામગીરી શરૂ કરી દીધી હતી. વીરપુર પોલીસના જવાનોએ જાતે જ રસ્તા પર પડેલા મગફળીના ભારેખમ કોથળાઓ ઉપાડીને એક બાજુ ખસેડ્યા હતા. પોલીસની આ ત્વરિત અને મહેનતભરી કામગીરીમાં સ્થાનિક લોકોએ પણ સાથ આપ્યો હતો. ભારે જહેમત બાદ રસ્તો ખુલ્લો કરાતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ પણ વાંચો: