PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ કાર્યક્રમોમાં રહેશે હાજર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. ત્યારે જાણો આજે ક્યાં ક્યા કાર્યક્રમમાં ભાગ લેશે ?

Published : January 11, 2026 at 10:42 AM IST
હૈદરાબાદ : આજે સોમનાથ સ્વાભિમાન મહાપર્વ પ્રસંગ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે જે સોમનાથ મંદિરની યશગાથાને લઈને મહા ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, તે સોમનાથ મંદિરને ધ્વંસ્ત કરવાથી લઈને ફરીથી નવનિર્માણ સુધીના એક હજાર વર્ષના ઇતિહાસને તાજો કરવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા છે. જે અંતર્ગત રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ અને રોડ શો, સોમનાથ સ્વાભિમાન મહાપર્વ પ્રસંગ અને ગાંધીનગર ખાતે તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi જીની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે 'શૌર્ય યાત્રા'. #SomnathSwabhimanParv https://t.co/jd54ApP2bw
— BJP Gujarat (@BJP4Gujarat) January 11, 2026
વડાપ્રધાનના 11 જાન્યુઆરી 2025 આજનો કાર્યક્રમ
- સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આયોજિત શૌર્ય યાત્રા, સવારે 9:45 કલાકે, શંખ સર્કલ, સોમનાથ
- સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજન, સવારે 10:15 કલાકે
- સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આયોજિત જાહેર કાર્યક્રમ, સવારે 11:00 કલાકે
- સદ્ભાવના ગ્રાઉન્ડ, સોમનાથ, વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન, બપોરે 1:35 કલાકે
- મારવાડી યુનિવર્સિટી, રાજકોટ
- કચ્છ અને સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન, બપોરે 2:00 કલાકે, મારવાડી યુનિવર્સિટી, રાજકોટ
- અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફ્રેઝ-2ના સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ, સાંજે 5:15 કલાકે
- મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન, ગાંધીનગર
નોંધનીય છે કે, સોમનાથમાં ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વની આજે પૂર્ણાહૂતિ થવા જઈ રહી છે. 1026માં જાન્યુઆરી મહિનામાં મહમદ ગઝની દ્વારા સોમનાથ મંદિરને લૂંટીને તેને ધ્વંસ્ત કરવામાં આવ્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધીના એક હજાર વર્ષના સોમનાથ મંદિરના ઇતિહાસને લઈને સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો...

