ETV Bharat / state

ગુજરાતમાં અનેક જગ્યાએ પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તપાસ શરૂ

ગુજરાતમાં સુરત, પાલનપુર, નવસારી સહિતના અનેક શહેરોમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

ગુજરાતમાં અનેક જગ્યાએ પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં અનેક જગ્યાએ પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 27, 2026 at 3:08 PM IST

|

Updated : February 27, 2026 at 4:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરત, પાલનપુર, નવસારી, ગોધરા, સુરેન્દ્રનગર, રાજપીપળા સહિતના શહેરોમાં પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઇ છે. વિવિધ જગ્યાએ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવીને મોકલવામાં આવેલા ઇમેલ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા ઉમરા પોલીસનો કાફલો, ડોગ સ્કવોર્ડ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. પાસપોર્ટ ઓફિસમાં હાજર અરજદારો અને સ્ટાફને તાત્કાલિક બહાર કાઢી સમગ્ર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી ચાલેલી તપાસ બાદ પ્રાથમિક દ્રષ્ટીઓ કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી (ETV Bharat Gujarat)

"સવારે એક ઇમેલ મળ્યો હતો કે 12:10 વાગીને RDX બોમ્બથી ઉડાવી દઇશું, તેવો એક ઇમેલ આવ્યો હતો કે 11 વાગ્યા પહેલા પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી દેજો. પાસપોર્ટ ઓફિસ ચેક કરી છે અને શંકાસ્પદ વસ્તુ મળી નથી." વી.આર.મલ્હોત્રા, ACP

પાલનપુર પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પાલનપુર હેડ પોસ્ટ ઓફિસમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ટાર્ગેટ કરતો ધમકીભર્યો ઇમેલ મળતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઇલ મળ્યો હતો.

આ સમગ્ર મામલે પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ અધિક્ષક આર.એ.ગૌસ્વામીએ જણાવ્યું કે, અમારી સર્ક્યુલર ઓફિસને ધમકી મળી છે. ઇ-મેલ દ્વારા જેમાં પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે જે 12:30 સે વિસ્ફોટ થઈ શકે. સુરક્ષાના ભાગરૂપે કચેરી ખાલી કરાવી દીધી છે અને તમામ ઓથોરિટીને જાણ કરી દીધી છે.

પાલનપુરમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી (ETV Bharat Gujarat)

મહેસાણા પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઇને તપાસ

મહેસાણાની પાસપોર્ટ કચેરી અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. ધમકીભર્યો ઇમેલ મળ્યા બાદ તાત્કાલિક અસરથી મહેસાણા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સંપૂર્ણ પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી મળી ધમકી

સુરેન્દ્રનગરમાં પણ પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીને પગલે તમામ કામગીરી બંધ કરવામાં આવી હતી અને પોસ્ટ ઓફિસને તાળા મારવામાં આવ્યા હતા.

નવસારીમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

નવસારી શહેરમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પાસપોર્ટ તેમજ પોસ્ટ ઓફિસની કચેરીમાં કાર્યરત 80થી વધુ કર્મચારીઓ અને ત્યાં હાજર ગ્રાહકો સહિત કુલ 100થી વધુ લોકોને સલામતીના પગલા રૂપે તરત જ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ નવસારી જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

નવસારીમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી
નવસારીમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી (ETV Bharat Gujarat)

ગોધરામાં પોસ્ટ ઓફિસને પણ મળી ધમકી

ગુજરાતમાં વિવિધ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ પંચમહાલના ગોધરા ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પંચમહાલ પોલીસના ડોગ સ્કવોર્ડ તેમજ બોમ્બ સ્કવોર્ડની ટીમ તપાસમાં હાથ ધરી હતી. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી હતી.

અમરેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમરેલી સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રને ઇ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મેઈલમાં પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ થતાં જ ઓફિસના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. ધમકીની ગંભીરતા ધ્યાનમાં રાખી સુરક્ષા કારણોસર પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને હાજર અરજદારો તથા સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજ્યમાં અનેક જગ્યાએ પોસ્ટ ઓફિસને બોમ્બની ધમકી મળતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
રાજ્યમાં અનેક જગ્યાએ પોસ્ટ ઓફિસને બોમ્બની ધમકી મળતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો (ETV Bharat Gujarat)

ભૂજ પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

કચ્છના ભૂજમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ભૂજ પોસ્ટ ઓફિસને ધમકીની જાણ થતા જ પોસ્ટ ઓફિસમાં હાજર તમામ કર્મચારી અને નાગરિકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તરત જ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

વેરાવળ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગીર સોમનાથના વેરાવળ પોસ્ટ ઓફિસમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીભર્યો ઇમેલ મળતા ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ સાથે LCB,BDDS સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોસ્ટ ઓફિસ બિલ્ડિંગને ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ પણ વાંચો:

Last Updated : February 27, 2026 at 4:28 PM IST