ETV Bharat / state

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને દ્વારકા પોલીસ એક્ટિવ મોડમાં, ઠેર ઠેર ચેકિંગ

નાગરિકો અને પ્રવાસીઓ શાંતિપૂર્ણ અને સ્વસ્થ વાતાવરણમાં નવા વર્ષનું સ્વાગત કરી શકે તે હેતુથી સમગ્ર જિલ્લામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકા પોલીસ દ્વારા   ચેકિંગ
દ્વારકા પોલીસ દ્વારા ચેકિંગ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 31, 2025 at 1:49 PM IST

1 Min Read
Choose ETV Bharat

દ્વારકા : જિલ્લામાં નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા કડક અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં કોઈપણ પ્રકારની અસમાજિક પ્રવૃત્તિઓ ન થાય તેમજ નાગરિકો અને પ્રવાસીઓ શાંતિપૂર્ણ અને સ્વસ્થ વાતાવરણમાં નવા વર્ષનું સ્વાગત કરી શકે તે હેતુથી સમગ્ર જિલ્લામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, દરિયાકાંઠા વિસ્તારો, હોટેલ-રિસોર્ટ, ભીડભાડવાળા ચોરાહા તેમજ જાહેર સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ શંકાસ્પદ હલચલ પર તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે પોલીસને સતર્ક રાખવામાં આવી છે.

દ્વારકા પોલીસ દ્વારા ચેકિંગ (ETV Bharat Gujarat)

જિલ્લા પોલીસ દ્વારા અલગ–અલગ ટુકડીઓ રચવામાં આવી છે. જેમાં એક એસપી, બે ડીવાયએસપી સહિત કુલ 758 પોલીસ જવાનો ફરજ પર રહેશે. આ પોલીસ ટુકડીઓ સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે, તેમજ સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખશે. રાત્રિના સમય દરમિયાન ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે, જેમાં દારૂ પીધા બાદ વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દ્વારકા પોલીસ દ્વારા   ચેકિંગ
દ્વારકા પોલીસ દ્વારા ચેકિંગ (ETV Bharat Gujarat)

આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. ડ્રોન કેમેરા દ્વારા ભીડભાડવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવશે. સાથે જ મેટલ ડિટેક્ટર, બોડી વોર્ન કેમેરા અને અન્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ કરીને પોલીસ કામગીરી વધુ અસરકારક બનાવવામાં આવી છે.

દ્વારકા પોલીસ દ્વારા   ચેકિંગ
દ્વારકા પોલીસ દ્વારા ચેકિંગ (ETV Bharat Gujarat)

જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી કાયદાના પાલન સાથે અને શાંતિપૂર્ણ રીતે કરે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકની પોલીસને જાણ કરે. પોલીસની આ સઘન વ્યવસ્થાથી દ્વારકા જિલ્લામાં નવા વર્ષની ઉજવણી સુરક્ષિત અને શાંતિપૂર્ણ બને તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો...

  1. ખેડામાં કટિંગ થઈ રહેલો 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, દારૂ સહિત 65 લાખનો મુદ્દામાલ જપ્ત
  2. 31 ડિસેમ્બર પહેલા નવસારી LCB એક્શન મોડમાં: ચીખલીમાં રેડ પાડી દારૂ કર્યો જપ્ત