ETV Bharat / state

અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા આ વિસ્તારોને આજે નહીં મળે પાણી, શું છે કારણ?

અમદાવાદના વિવેકાનંદનગર, હાથીજણ, વિનોબાભાવે નગર અને વિઝોલ વોટર ડિસ્ટ્રીબેશન સ્ટેશનોમાં આજે પાણી નહીં મળે

અમદાવાદના પૂર્વ ઝોનના વિસ્તારોમાં આજે પાણી નહીં મળે
અમદાવાદના પૂર્વ ઝોનના વિસ્તારોમાં આજે પાણી નહીં મળે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 31, 2025 at 10:14 AM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવેલા પૂર્વ ઝોનમાં આજે પાણી કાપ રહેશે. હાથીજણ સર્કલ ખાતે ઓડા દ્વારા એક નવનિર્મિત ઓવર બ્રિજની અલાયમેન્ટમાં નડતરરૂપ મેન્સ લાઇન શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે જેને કારણે પૂર્વ ઝોન વિસ્તારના લોકોએ આજે પાણી વગર વંચિત રહેવું પડશે. આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરી 2026થી રાબેતા મુજબ પાણી આ વિસ્તારને મળતું રહેશે.

અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા આ વિસ્તારોને નહીં મળે પાણી

અમદાવાદના વિવેકાનંદનગર, હાથીજણ, વિનોબાભાવે નગર અને વિઝોલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં આજે પાણી નહીં મળે. વિન્ઝોલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણી પુરૂ પાડતી 700 અને 600 મીમી વ્યાસની હયાત ટ્રન્ક મેઇન્સ લાઇન સાથે બન્ને બાજુએ જોડાણ કરવાની કામગીરી આજે ધરવામાં આવશે. અમદાવાદના આ વિસ્તારના લોકો પહેલાથી જ પાણી ભરી રાખજો નહીં તો પીવાનું પાણી નહીં મળે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા અંગેની જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "ઇજનેર વોટર પ્રોજેક્ટ અંતર્ગત પૂર્વ ઝોનમાં હાથીજણ સર્કલ ખાતે ઔડા નવનિર્મિત ઓવરબ્રિજની અલાઇમેન્ટમાં નડતરરૂપ રાસ્કા વો.ટી.પ્લાન્ટ આધારિત હયાત 600 અને 700 મીમી વ્યાસની એમ.એસ ટ્રન્ક મેઇન્સ લાઇન અંદાજે 625 રનીંગ મીટર લંબાઇમાં રીંગ રોડ સમાંતર AMC હસ્તકનાં ટી.પી.રોડના કાચા ભાગમાં શીફ્ટ કરવાની કામગીરી પૈકી પૂર્વ ઝોનમાં વિવેકાનંદનગર, હાથીજણ, વિનોબાભાવે નગર અને વિન્ઝોલ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં પાણી પુરૂ પાડતી 600 અને 700 મીમી વ્યાસની હયાત ટ્રન્ક મેઇન્સ લાઇન સાથે બન્ને બાજુએ જોડાણ કરવાની કામગીરી 31 ડિસેમ્બર 2025ના રોજ શટડાઉન કરવાની રહેશે."

આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2026ના રોજ પૂર્વ ઝોનના ઉપરોક્ત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં સવારનો સપ્લાય પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.

આ પણ વાંચો: