ETV Bharat / state

ભાવનગરમાં આઝાદી પહેલા રજવાડા સમયે પણ હતી દારૂબંધી, દારૂ વેચતા પકડાય એને રાજા દ્વારા શું સજા અપાતી?

શું તમે જાણો છો, ભારત દેશ આઝાદ થયો તે પહેલાથી રજવાડા સમયમાં પણ ભાવનગરમાં દારૂ બંધી જાહેર કરવામાં આવી હતી.

ભાવનગરમાં આઝાદી પહેલા રજડવાડા સમયે પણ હતી દારૂબંધી
ભાવનગરમાં આઝાદી પહેલા રજડવાડા સમયે પણ હતી દારૂબંધી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 22, 2026 at 9:41 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: નકલી દારૂ પીવાના કારણે ભાવનગરમાં અત્યાર સુધીમાં 11 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે કુલ 61 જેટલા લોકોને દારૂની અસર થઈ હતી. જે બાદ રાજ્યમાં કડક દારૂબંધીના નિયમને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. પરંતુ શું તમે જાણો છો, ભારત દેશ આઝાદ થયો તે પહેલાથી રજવાડા સમયમાં પણ ભાવનગરમાં દારૂ બંધી જાહેર કરવામાં આવી હતી. તે સમયે પણ દારૂ વેચવા પર ગુનેગારને રાજા દ્વારા સજા કરવામાં આવતી હતી.

ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે, પરંતુ ભાવનગરના ઇતિહાસમાં એક નજર કરવામાં આવે તો એક સદી જેટલા સમય પહેલા એટલે કે ભારતની આઝાદી પહેલા ભાવનગર સ્ટેટમાં દારૂબંધી લાદવામાં આવી હતી. રજવાડાના સમયમાં લાદવામાં આવેલી આ દારૂબંધી પ્રશંસનીય કામગીરીમાં ગણવામાં આવે છે. ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલમાં મહારાજા સર ભાવસિંહજીની પ્રતિમા મૂકવામાં આવેલી છે. સ્થાનિક નેતાઓ દ્વારા તેમની પ્રતિમાને પ્રસંગોપાત ફૂલહાર કરવામાં આવે છે. આ પ્રતિમા નીચે રજવાડાના સમયમાં થયેલા પ્રશંસીય કામોને લખવામાં આવેલા છે.

ભાવનગરમાં આઝાદી પહેલા રજડવાડા સમયે પણ હતી દારૂબંધી (ETV Bharat Gujarat)

ભાવનગરમાં રજવાડા સમયે સવંત 1975 માં દારૂબંધી થઈ

આ મુદ્દે CPMના નેતા અરુણભાઈ મહેતાએ માહિતી આપી હતી અને રજવાડા સમયના નિયમો કેવા હતા તે જણાવ્યું હતું. અરૂણભાઈએ જણાવ્યું હતું કે, આ એક વાત, ભાવનગરના મહારાજા હતા તે કલ્યાણકારી રાજ્યની કલ્પનાવાળા હતા. સવંત 1975 એટલે ઇ.સ 1918/19 માં ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ દારૂબંધી જાહેર કરી હતી. આજે પણ તેની તખ્તી મારવામાં આવેલી છે જેમાં પ્રશંસીય કામગીરીમાં ચાર કામો પૈકી એક કામ દારૂબંધી પણ લખાયેલું છે.

ભાવનગરમાં આઝાદી પહેલા રજડવાડા સમયે પણ હતી દારૂબંધી
ભાવનગરમાં આઝાદી પહેલા રજડવાડા સમયે પણ હતી દારૂબંધી (ETV Bharat Gujarat)

દારૂ પિતા કે વેચતા પકડાવા પર કેવી સજા થતી?
અરૂણભાઇ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, આખા દેશમાં એ જમાનામાં રાજાશાહી હતી. ત્યારે આવા કોઈ પ્રતિબંધ નહોતા. ત્યારે ભાવનગરની પ્રજા બદીમાં ન ફસાઈ અને સુખ ચેનથી જીવી શકે માટે દારૂબંધી કરેલી હતી. સજા તો એવી કડક કરતા હતા કે દારૂ પીતા તો પકડાય તો બરાબર છે પણ જો વેચતા પકડાય તો ડંડા મારવાની એટલે કોરડા મારવાની સજા આપવામાં આવતી હતી. આથી ભાવનગરને સંસ્કારી નગરી જાહેર કરવામાં આવી હતી.

ભાવનગરમાં આઝાદી પહેલા રજડવાડા સમયે પણ હતી દારૂબંધી
ભાવનગરમાં આઝાદી પહેલા રજડવાડા સમયે પણ હતી દારૂબંધી (ETV Bharat Gujarat)

સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ
અરુણભાઈ વધુમાં જણાવ્યું હતું કે, આજે દશા એ છે કે વર્તમાન શાસકો આ તમામ પરંપરા, મહારાજા સાહેબને ફૂલ માળા ચઢાવવા જાય છે. પણ અત્યારના શાસકો પણ એ આખી વાતનો ભુવાડીયો વાળી દીધો છે. ભાવનગર નગરીને કલંકિત કરી દીધી છે. સીધી વાત છે ખાનગી વાત નથી. સીધી સરકાર જવાબદાર છે. લઠ્ઠાકાંડ પહેલા અમે પણ ડીએસપીને રજૂઆત કરવા ગયા હતા કે, કોઈ ઘટના ઘટશે. ડાયરેક્ટર ઓફ પોલીસની સૂચના હોવા છતાં ખુલ્લમખુલો દારૂ વેચાય છે. સવારે પકડાય છે અને સાંજે છૂટી જાય છે. કાયદો એવો બનાવવો કે દારૂ બનાવવા વાળો પકડાય પછી જામીન ન મળવા જોઈએ. તો પણ 50 ટકા નાબૂદ થઈ શકે છે. એક ડીએસપી ભાવનગરમાં સંપૂર્ણ દારૂબંધી કરાવી શકતા હોય તો આ સરકાર કેમ નહીં. ગુજરાત સરકારની ઈચ્છાશક્તિ નથી.

આ પણ વાંચો:

  1. ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, મૃતકઆંક 11 થયો; 8 લોકો હજુ પણ સારવાર હેઠળ
  2. ભાવનગર લઠ્ઠાકાંડનો પાલનપુરમાં વિરોધ, પોલીસે કોંગ્રેસના 100થી વધુ કાર્યકરોની અટકાયત કરી