ETV Bharat / state

ઓલપાડના સરસમાં અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત, હોળી પર શ્રદ્ધાનો અનેરો સંગમ

ઓલપાડના સરસ ગામમાં હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત

ઓલપાડના સરસમાં અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત
ઓલપાડના સરસમાં અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 3, 2026 at 12:24 PM IST

1 Min Read
Choose ETV Bharat

સુરત: રંગોના તહેવાર ગણાતા હોળીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સુરતના એક ગામમાં હોળીની અલગ પ્રકારે ઉજવણી થાય છે. ઓલપાડના સરસ ગામમાં હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. શ્રદ્ધાળુઓને ગળાડૂબ અંગારામાં ચાલતા જોઇ લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે.

ઓલપાડના સરસમાં અંગારા પર ચાલવાની પરંપરા

ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે. સુરતથી 35 કિલોમીટર દુર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખુબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. હોળીકા દહન બાદ ત્યાંના લોકો પાંચથી છ સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે. પાંચ વર્ષના બાળકતી લઇ 60 વર્ષના વૃદ્ધ ઉઘાડા પગે અંગારા પર ચાલે છે. વર્ષોથી ગામના લોકો અંગારા પર ચાલવાનું સાહસ કરે છે.

ઓલપાડના સરસમાં અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત (ETV Bharat Gujarat)
સરસ ગામમાં હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી પરંપરા
સરસ ગામમાં હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી પરંપરા (ETV Bharat Gujarat)

"સરસ ગામમાં હોળિકા દહન બાદ અંગારા પર ચાલવાની પ્રથા એટલી વિખ્યાત થઇ છે કે ઓલપાડ જ નહીં પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે આવે છે. આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે." બ્રિજેશ ભાઇ, સ્થાનિક

ઓલપાડના સરસ ગામમાં વર્ષોથી હોળિકા દહન બાદ ધગધગતા અંગારા પર ચાલવાની પ્રથા આજે પણ જીવંત જોવા મળે છે. અંગારા પર ચાલવાની પરંપરાને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો આસપાસથી ઉમટી પડે છે.

ઓલપાડના સરસ ગામમાં વર્ષોથી અંગારા પર ચાલવાની પરંપરા ચાલી આવે છે
ઓલપાડના સરસ ગામમાં વર્ષોથી અંગારા પર ચાલવાની પરંપરા ચાલી આવે છે (ETV Bharat Gujarat)

આ પણ વાંચો: