ETV Bharat / state

કોમર્શીયલ પાયલોટ માટે સરકાર આપી રહી છે રૂ.25 લાખની લોન, આ નોંધી લો

આ યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ₹25 લાખ લોન વાર્ષિક 4 ટકા વ્યાજદરે મળવાપાત્ર છે.

કોમર્શીયલ પાયલોટ માટે 25 લાખની લોન
કોમર્શીયલ પાયલોટ માટે 25 લાખની લોન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 3, 2026 at 2:03 PM IST

1 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એક મોટી યોજના બહાર પાડવામાં આવી છે.

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને 25 લાખ રૂપિયાની લોન વાર્ષિક 4 ટકાના વ્યાજ દરે આપવાની સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજના છે અને આ યોજનામાં વિદ્યાર્થીની કોઈ આવક મર્યાદા નથી.

જરૂરી આધાર પુરાવા

સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની આ યોજના હેઠળ પાયલોટ બનવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકેન્ડરી અથવા ઈન્ડિયન સ્કૂલ ઓફ સર્ટીફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર કે માર્કશીટની નકલ જરૂરી છે.

આ ઉપરાંત તાલીમ માટે જરૂરી લાયકાત પ્રસ્થાપિત કરતા આધાર પુરાવા જેમ કે, શૈક્ષણિક, ટેકનીકલ તથા મેડિકલ ફિટનેશ અંગેના પ્રમાણપત્રો

દેશ-વિદેશી સરકાર માન્ય તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ મેળવેલા હોય તેવા આધાર પુરાવા

કેવી રીતે કરવી અરજી ?

ગુજરાત સરકારની આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે સરકારની આ વેબઈસાઈટની મુલાકાત લેવી https://esamajikalyan.gujarat.gov.in

લોન કેવી રીતે પરત કરવી ?

વિદ્યાર્થીને લોનની ચુકવણી થયાના એક વર્ષ પછી વસુલાત શરૂ કરવામાં આવશે. લોનની રકમની પરત ચુકવણી ૧૦ વર્ષમાં મુદ્દલ અને ૨ વર્ષમાં વ્યાજ એમ મળી ૧૨ વર્ષમાં સંપુર્ણ રકમ ભરપાઇ કરવાની રહેશે.

  1. 'વાઈબ્રન્ટ કચ્છ', ગાંધીધામમાં 334 MSME એકમો સાથે 8500 કરોડ રૂપિયાના MoU પર હસ્તાક્ષર