ETV Bharat / state

સોમનાથમાં સાધુ-સંતોની ભવ્ય પદયાત્રા, ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી ધામ ભક્તિમય

સોમનાથમાં સ્વાભિમાન પર્વ પૂર્વે ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી ધામ ભક્તિમય બન્યો

સોમનાથમાં સાધુ-સંતોની ભવ્ય પદયાત્રા
સોમનાથમાં સાધુ-સંતોની ભવ્ય પદયાત્રા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 9, 2026 at 7:57 PM IST

1 Min Read
Choose ETV Bharat

સોમનાથ: સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સમગ્ર સોમનાથ ધામમાં અનોખો ઉત્સાહ છવાઇ ગયો છે. આ ઐતિહાસિક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યભરના સાધુ-સંતોની ભવ્ય પદયાત્રા નીકળી હતી. ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સોમનાથ ધામ ભક્તિમય બન્યો હતો.

ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સોમનાધ ધામ ભક્તિમય

સોમનાથ સ્વાભિમાન પર્વ પૂર્વે સોમનાધ ધામમાં ગિરનાર તીર્થક્ષેત્ર સહિત રાજ્યભરના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી ભગવાન સોમનાથ મહાદેવના મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમ પહેલા સોમનાથ ધામમાં અનોખો ઉત્સાહ અને દિવ્યતા છવાઇ ગઇ છે.

ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સોમનાથ ધામ ભક્તિમય (ETV Bharat Gujarat)

આ આધ્યાત્મિક પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત અનેક ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને અગ્રણી મહાનુભાવોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. સાધુ-સંતોની આગેવાની હેઠળ નીકળેલી આ યાત્રાએ સમગ્ર સોમનાથને શિવમય બનાવી દીધું હતું.

સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી ભગવાન સોમનાથ મહાદેવના મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી હતી.
સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી ભગવાન સોમનાથ મહાદેવના મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી હતી. (ETV Bharat Gujarat)
સોમનાથમાં સાધુ-સંતોની પદયાત્રાથી માહોલ ભક્તિમય થયો
સોમનાથમાં સાધુ-સંતોની પદયાત્રાથી માહોલ ભક્તિમય થયો (ETV Bharat Gujarat)

ગિરનાર તીર્થક્ષેત્રના ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, હરીહરાનંદ બાપુ સહિત અનેક સાધુ-સંતોએ ભગવાન શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદ સાથે આધ્યાત્મિક ઉર્જાનો ગુંજારવ કર્યો હતો. સાથે જ 75 જેટલા ઢોલ વાદકો ધરાવતા સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપની તાલબદ્ધ પ્રસ્તુતિ અને શિવ ભક્તિમય સંગીતે સમગ્ર પદયાત્રાને ભવ્યતા અને દિવ્યતા આપી હતી.

આ યાત્રાએ સમગ્ર સોમનાથને શિવમય બનાવી દીધું હતું
આ યાત્રાએ સમગ્ર સોમનાથને શિવમય બનાવી દીધું હતું (ETV Bharat Gujarat)

પદયાત્રામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય અનિરુદ્ધ દવે, પૂર્વ સાંસદ મોહન કુંડારીયા, અગ્રણી ધવલ દવે, પુનિત શર્મા, ઝવેરી ઠકરાર સહિતનાઓ જોડાયા હતા. તમામ લોકોએ ભગવાન સોમનાથ મહાદેવના ભાવભેર દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પદયાત્રા દરમિયાન પુષ્પવર્ષા કરીને સાધુ-સંતો અને મહાનુભાવોના અભિવાદન કરવામાં આવ્યું હતું. શંખચોકથી મંદિર પરિસર સુધી “હર હર મહાદેવ”ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ પણ વાંચો: