ETV Bharat / state

મહેસાણા: મોટી દાઉમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સસ્પેન્ડ, બનાવના CCTV ફૂટેજ જાહેર થયા

ઉત્કર્ષ વિદ્યાલયના શિક્ષકે ધોરણ 8ના વિદ્યાર્થીને લાકડાની સોટી વડે માર મારતા ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો હતો

મોટી દાઉમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સસ્પેન્ડ
મોટી દાઉમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સસ્પેન્ડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 16, 2025 at 2:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

મહેસાણા: મોટી દાઉની ઉત્કર્ષ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને નજીવી બાબતે માર મારનારા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીને સ્કૂલમાં માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઇ હતી, તે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરી શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મોટી દાઉમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સસ્પેન્ડ

'સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે ઝમઝમ' આજના સમયમાં આ કહેવતનું અર્થઘટન બદલાઇ ગયું છે. મહેસાણાના મોટી દાઉમાં આવેલી ઉત્કર્ષ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ મજાક મસ્તી કરતા શિક્ષક ગુસ્સે થયા હતા, અને વિદ્યાર્થીને માર માર્યો હતો. ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ 8ના વિદ્યાર્થી શાળામાં લેવાયેલી ટેસ્ટ બાબતે અંદરોઅંદર મજાક-મસ્તી કરતા હતા. આ વાત શાળાના શિક્ષક નીલ પટેલ સાંભળી ગયા હતા અને તેમને પિત્તો ગુમાવતા ગુસ્સે થયા હતા. શિક્ષક ક્લાસરૂમમાં આવ્યા હતા અને વિદ્યાર્થીને ઉભો કરી લાકડાની સોટી વડે થાપા અને પગના ભાગે બેફામ માર માર્યો હતો.

મોટી દાઉમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સસ્પેન્ડ (ETV Bharat Gujarat)

આ ઘટના બાદ વિદ્યાર્થીને ઇજા થતા સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. વિદ્યાર્થીના પિતાએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

"હાલમાં મહેસાણા તાલુકા પોલીસે શિક્ષક નીલ પટેલ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115 (2) અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 82 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે." -- મિલાપ પટેલ (DySP, મહેસાણા)

આ ઘટના બાદ વિદ્યાર્થીના પિતાની ફરિયાદ અને CCTV ફૂટેજ સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ મામલે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ઘટનાની ગંભીરતાને જોતા શિક્ષક નીલ પટેલ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા અને તપાસ બાદ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

"આ ઘટનાની ગંભીરતાને જોતા આરોપી શિક્ષક નીલ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પર શારીરિક હિંસા કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને કસૂરવાર શિક્ષક સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે." -- શરદ ત્રિવેદી (જિલ્લા શિક્ષણ અધિકારી)

આ પણ વાંચો: