ETV Bharat / state

ત્રણ દિવસમાં 25 ઇંચ વરસાદથી ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડા જળબંબાકાર! જુઓ દ્રશ્યો

વડોદરા ઝાલા ગામના ખેતરો-ઘરો પાણીમાં ગરકાવ, ડ્રોનમાં સામે આવ્યા પૂર જેવી સ્થિતિના દૃશ્યો

વડોદરા ઝાલા ગામના ખેતરો-ઘરો પાણીમાં ગરકાવ, ડ્રોનમાં સામે આવ્યા પૂર જેવી સ્થિતિના દૃશ્યો
વડોદરા ઝાલા ગામના ખેતરો-ઘરો પાણીમાં ગરકાવ, ડ્રોનમાં સામે આવ્યા પૂર જેવી સ્થિતિના દૃશ્યો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 3, 2026 at 10:52 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. અહીં છેલ્લા 24 કલાકમાં જ 13 ઈંચ અને ત્રણ દિવસમાં અંદાજિત 25 ઈંચ વરસાદ વરસતા ઘણા ગામના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડોદરા ઝાલા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ડ્રોનથી કેદ કરાયેલા દૃશ્યોમાં સમગ્ર વિસ્તાર પાણીની ચાદરથી ઢંકાયેલો જોવા મળે છે. લીલાછમ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે અને ગામના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. કેટલાક વિસ્તારોમાં લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે, જ્યારે પશુપાલકો અને ખેડૂતોની ચિંતા પણ વધી છે.

વડોદરા ઝાલા ગામના ખેતરો-ઘરો પાણીમાં ગરકાવ, ડ્રોનમાં સામે આવ્યા પૂર જેવી સ્થિતિના દૃશ્યો (ETV Bharat Gujarat)

સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો વધ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ રાહત તેમજ બચાવ કામગીરી માટે ટીમોને સજ્જ રાખવામાં આવી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ગ્રામજનોને સાવચેત રહેવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્ર એલર્ટ મોડ પર છે. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વડોદરા ઝાલા ગામના ડ્રોન દૃશ્યો હાલ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા છે, જેમાં સમગ્ર ગામ વરસાદી પાણીથી ઘેરાયેલું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: