ETV Bharat / state

વેરો વસુલાત મુદ્દે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આકરા પાણીએ, કલેક્ટર કચેરી સહિત 473 સરકારી કચેરીઓને ફટકારવામાં આવી નોટિસ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી 120 કરોડથી વધુનો ટેક્સ વસુલાતની રકમ બાકી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 3:20 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વેરા વસુલાત મુદ્દે હવે આકરા પાણીએ છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં લોકો ટેક્સના ભરતા પ્રથમ તબક્કામાં 2200 જેટલા ટેક્સ નહીં ભરતા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં રહેણાંક મકાન ધારકો તેમજ કોમર્શિયલ એકમોને નોટિસ ફટકારી અને સીલ કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી 120 કરોડથી વધુનો ટેક્સ વસુલાતની રકમ બાકી છે. માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે આ વસુલાત કરવા માટે 22 જેટલી મહાનગરપાલિકાએ ટીમો બનાવી અને શહેરી વિસ્તારમાં ટેક્સ ઉઘરાણી અંગેની શરૂઆત કરી દેવામાં આવી છે પરંતુ તે છતાં પણ ટેક્સ ન ભરતા એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વેરો વસુલાત મુદ્દે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આકરા પાણીએ, કલેક્ટર કચેરી સહિત 473 સરકારી કચેરીઓને ફટકારવામાં આવી નોટિસ (ETV Bharat Gujarat)

અત્યાર સુધી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના કોમર્શિયલ અને રહેણાંક મકાનોને જ નોટિસો પાઠવવામાં આવી હતી પરંતુ આજથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરની સરકારી કચેરીઓ પણ ટેક્સ ન ભરતી હોવાનું સામે આવ્યું હતું, જેને લઇને સુરેન્દ્રનગરની અલગ અલગ 473 જેટલી સરકારી કચેરીઓના 42 કરોડ 56 લાખનો ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તમામ લિસ્ટ બનાવી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરના આદેશ બાદ સરકારી કચેરીઓના ટેક્સ બાકી હોવા મુદ્દે નોટિસો ફટકારવામાં આવી છે અને સમયસર ટેક્સ ભરી દેવાની સૂચના આપવામાં આવી છે. જો ટેક્સ નહીં પડે તો સરકારી કચેરીના હુકમોની બજવણી કરી અને સીલ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હાલના તબક્કામાં સુરેન્દ્રનગર શહેરમાં આવેલી નાયબ કાર્યપાલક એન્જિનિયર, માર્ગ મકાન વિભાગની ઓફિસો, જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં આવેલી ઓફિસો, પોલીસ કવોટર, સર્કિટ હાઉસ, ફોરેસ્ટ કોર્ટ બિલ્ડીંગ, વન સરક્ષણ ક્ષેત્રિય વન વિભાગની ઓફિસ, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓ, સર્વે ભવન કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બાળ અદાલતો અને સુરેન્દ્રનગર શહેરમાં આવેલી સરકારી મિલકતોને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની લાઇબ્રેરીનો ટેક્સ બાકી હોવા મુદ્દે પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને કલેક્ટર કચેરીને પણ નોટિસ ફટ કરવામાં આવી છે. 473 જેટલી સરકારી કચેરીઓને નોટિસ આપવામાં આવી છે. ટેક્સ નહીં ભરે તો કાર્યવાહી કરવામાં આવશે - મહોબતસિંહ પરમાર ટેક્સ અધિકારી મહાનગરપાલિકા સુરેન્દ્રનગર

ટેક્સ અધિકારી મહાનગરપાલિકાના મોહબ્બતસિંહ સાથે આ અંગે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સુરેન્દ્રનગર શહેરમાં 2200 જેટલી નોટિસો ફટકાર્યા બાદ હવે સરકારી કચેરીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં 473 જેટલી સરકારી કચેરીઓ ટેક્સ જ નથી ભરી રહી તેને લઈને 49 કરોડથી વધુનો ટેક્સ માત્ર સરકારી કચેરીઓનો બાકી છે. હવે તે વસુલાત માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને નોટિસો ફટકારવામાં આવી છે. કલેક્ટર કચેરી, R&B વિભાગ, કોર્ટ તેમજ પુસ્તકાલય અને સરકારી શાળાઓ, સરકારી મિલકતોમાં ટેક્સ ન ભરતા અંતે નોટિસ આપવાનું આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. જો તે છતાં પણ ટેક્સ નહીં ભરે તો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: