સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સામેલ 5 ગામના ખેડૂતોને વેઠવું પડશે નુકસાન, ડી4માંથી ડી2નો દરજ્જો આપવા મુદ્દે રોષ
સુરેન્દ્રનગર કોર્પોરેશનને ડી-4માં થી ડી-2નો દરરજો આપવામાં આવેલ છે. જે મોટા શહેરોને ડી-2 માં રાખવામાં આવેલ છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લો ઘણો પછત છે.

Published : February 19, 2026 at 2:43 PM IST
|Updated : February 19, 2026 at 4:56 PM IST
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે પણ 5 ગામના ખેડૂતોને નુકસાન વેઠવું પડેે તેવી સ્થિતિ ઉભી થઇ છે. સુરેન્દ્રનગર મહાનગર બન્યું ત્યારથી ખેડૂતો અને કોન્ટ્રાક્ટરો પરેશાન બન્યા છે. 23 જૂનના રોજ શહેરી વિકાસ સચિવનાં હુકમથી સુરેન્દ્રનગર કોર્પોરેશનને ડી-4માં થી ડી-2નો દરરજો આપવામાં આવેલ છે. જે મોટા શહેરોને ડી-2 માં રાખવામાં આવેલ છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લો ઘણો પછાત છે.
અહીંયા રોજગારીની તકો ખુબ જ ઓછી છે. ડી-2માં ગ્રામ્યના પાંચ ગામ માળોદ ખેરાળી, ચમારજ, મુળચંદ, ખમિયાણા આ ગામને કોર્પોરેશનમાં સામેલ છે, તે સિવાયના ખેડૂતો વઢવાણ, રતનપર, જોરાવરનગરની 40% જમીન કપાત રાખવામાં આવે છે, તે નિયમ સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તાર માટે ઘણો જ અઘરો છે. ખેડુતો બેહાલ થઇ જશે ગ્રામ્યની આર્થિક સ્થિતી હાલકડોલક છે, તેવા સંજોગોમાં 40% જમીન કપાત નિયમ ગ્રામ્ય વિસ્તારમાં ઉભું થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
ખેડૂતોના ખેતરની કિમત 40% ઘટી જશે, આર્થિક મોટો ફટકો પડશે, વિસ્તારના 5 ગામ જોડવાની જે વાત ચાલે છે, તે ગામને અસર સર્જાશે. આ સાથે શહેરને પણ એટલે કે સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર-દુધેરેજ એવા ગામોને પણ અત્યંત નુકસાન થશે. ખેડૂતો સરકાર સાથે છે, સરકાર સામે કોઇ આંદોલન નથી પણ સરકાર ખેડૂતોની વાત સાંભળે તેવી અરજ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.
જૂનાગઢમાં કોર્પોરેશન બન્યાના 8 વર્ષ પછી 40%નું કપાત લાગુ કરેલ તો આ જીલ્લામાં 8 વર્ષ પછી લાગુ કરવું જોઈએ તેવી વિનંતી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. વઢવાણ તાલુકાના દરેક ગામમાં અતિવ્રુષ્ટી વરસાદના કારણે અનેક ગામના ખેડુતો બેહાલ નુકસાની ભોગવી રહ્યા છે, ત્યારે પાકધિરાણ માફ કરવા જોઇએ, તેમજ 100% વળતર ચુકવવું જોઇએ તેવી માંગણી કરવામાં આવી છે.

1990માં સુરેન્દ્રનગર શહેરના વિકાસ થાય તે માટે 03 નવી ટી.પી જાહેર કરવામાં આવી હતી, પરંતુ ત્યારપછી 2025 સુધીમાં સરકાર દ્વારા તંત્ર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા એક પણ નવી ટીપી જાહેર કરવામાં આવી નથી. જેને લઇને કોન્ટ્રાક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે, અન્ય જિલ્લાઓમાં 60 થી 65 જેટલી નવી ટીપીઓ જાહેર કરી અને વિકાસના કામો થાય તે પ્રકારના પ્રયાસો સરકાર અને તંત્ર એ હાથ ભર્યા છે 2017માં સુડા બનાવવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી ન કરવામાં આવી હોવાનો પણ કોન્ટ્રાક્ટરો દ્વારા કલેક્ટર કચેરીમાં રજૂઆત દરમિયાન આક્ષેપો કરવામાં આવ્યો છે.
"ખેડૂતો અને બિલ્ડરોની 40% જેટલી જમીનનો કપાત થવાની રજૂઆત મળી છે જેમાં મહાનગરપાલિકામાં ભળેલા પાંચ ગામોમાં સૌથી વધુ પ્રશ્ન છે ત્યારે આ રજૂઆત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે અને ડી4 માંથી ડી2 નિર્ણય અંગેની વિચારણા કરવામાં આવે અને શહેર ડેવલોપ થાય ત્યારબાદ આ નિર્ણય લાગુ કરવામાં આવે તેવી રજૂઆત સરકાર સુધી કરવામાં આવશે" - કલ્પેશ ચૌહાણ, ડેપ્યુટી કમીશ્નર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા
સોસાયટીઓ ડેવલપિંગ થાય છે, પરંતુ તેમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટો કોઈ પણ પ્રકારની સુવિધા પાલિકા કે તંત્ર નથી આપતું કોન્ટ્રાક્ટરને જ આ સુવિધાઓ પૂરી પાડવી પડી રહી છે, એટલે કોઈ પણ પ્રકારની 1990 પછી સુરેન્દ્રનગર જિલ્લામાં નવી ટીપી આવી નથી. જેને લઈ કલેક્ટરમાં કોન્ટ્રાક્ટરોએ પણ રજૂઆત કરી છે.

આ અંગે માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે, કે જો ખેડૂતોની જમીન ડી4 માંથી ડી2 થઈ જશે તો ખેડૂતોને પણ નુકસાન જશે એક બાજુ નવો ટીપી આવી નથી રહ્યા, ત્યારે બીજી બાજુ જમીન કપાત થશે તો નુકસાનીની ભીતિ સર્જાશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાંના 20,000 થી વધુ ખાતેદારોની જમીન ઉપર તોડાતું જોખમ છે. કારણ કે નવો નિયમ મહાનગરપાલિકાનો જાહેર કરવામાં આવશે, તો તેમાં 40% જેટલી જમીનો છે, તે કપાતમાં જતી રહેશે. જેને લઈને ખેતરો જમીનોની કિંમત ઘટી જશે તેવું ખેડૂતોએ અંદાજ લગાવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા આ અંગે વિચારણા કરવામાં આવે અને ડી-4 માંથી ડી-2નો દરજ્જો ન આપવા અંગે પણ ખેડૂતોએ કલેકટરને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ હજુ સુધી ફેરફાર કરવામાં આવ્યો નથી.

જેને લઇને ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, સૌથી મોટી અસર પાંચ ગામોમાં સર્જાવાની છે અને તેમની ખેડૂતોની કીમતી જમીન 40% જેટલી કપાત થઈ જવાની છે, એટલે 20,000 થી વધુ ખેડૂતોને તેની સીધી અસર સર્જાય તેવી પરિસ્થિતિ છે, ત્યારે આ અંગે નિર્ણય કરવાની માંગ ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે અને ધીમે ધીમે આંદોલન લક્ષી બેઠકો પણ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો...

