સુરેન્દ્રનગરના લીંબડીમાં ડોલરની છેતરપિંડીનો LCBએ કર્યો પર્દાફાશ, ત્રણની ધરપકડ
આરોપીઓ પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલ રૂ.2 લાખ 72 હજાર રોકડ પણ કબજે કરવામાં સફળતા મળી છે.

Published : November 9, 2025 at 4:12 PM IST
સુરેન્દ્રનગર : જિલ્લામાં ડોલરની છેતરપિંડી આચરનારનો LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ થયેલી રૂપિયા 10 લાખની છેતરપિંડીના અંડિટેક્ટેડ ગુના સુરેન્દ્રનગર એલસીબી ટીમે શોધી કાઢતા પોલીસે ત્રણ શાતિર આરોપીઓને જેલભેગા કર્યા છે. આરોપીઓ પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલ રૂ.2 લાખ 72 હજાર રોકડ પણ કબજે કરવામાં સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, એલસીબીને બાતમી મળી હતી કે કેટલાક લોકો સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરે છે. આ બાતમીને આધારે પોલીસ અધિકારીઓએ હરેશ શેખલીયા, રાજુ સાથળિયા અને સુરેશ શેખલીયા નામના 3 મુખ્ય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ આ પહેલા પણ અનેક છેતરપિંડીના કિસ્સામાં સંડોવાયેલા હોવાની શંકા છે.
છેતરપિંડીની રજૂઆત મુજબ, આરોપીઓ લોકોનું વિશ્વાસ જીતવા ડોલરનું પેકેટ બતાવતા અને સસ્તા રેટે આપવાની વાત કરતા, બાદમાં રૂપિયા મેળવી પલાયન થઈ જતા હતા. આ જ રીતથી તેમણે લીંબડી વિસ્તારમાં 10 લાખની છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં વધુ એક મહત્વનો ભેદ ખુલ્યો છે કે દોઢ માસ પૂર્વે બાવળા વિસ્તારમાં પણ આશરે રૂ.1 લાખ 60 હજારની છેતરપિંડી કરાઈ હતી.

હાલ સમગ્ર કિસ્સામાં લીંબડી અને ચોટીલા પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાઈ ગયા છે અને વધુ તપાસ શરૂ છે. જો આમાં ઉડી તપાસ થાય તો હજુ કેટલા લોકો ભોગ બન્યા છે, તે વધારે ખુલશે તો અન્ય પીડિતો પણ સામે આવી શકે છે. સુરેન્દ્રનગર LCBની આ કામગીરીથી ડોલર છેતરપિંડી કોંગ્રેસના ભોગ બનેલા લોકોમાં હળવો વિશ્વાસ પેદા થયો છે અને ભાવિમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલા લેવાશે તેવી આશા પોલીસ વિભાગે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો...

