સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવના કારણે હાર્ટ-બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યામાં વધારો, આરોગ્ય વિભાગે જાહેર કરી લાઈડલાઈન
સુરેન્દ્રનગર જિલ્લો ઠંડોગાર થઈ જતા આરોગ્ય વિભાગ દ્વારા ઠંડીથી સાવચેત રહેવા માટે નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.

Published : January 1, 2026 at 9:41 AM IST
|Updated : January 1, 2026 at 9:47 AM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને તાપમાન 12 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો ઠંડોગાર થઈ જતા આરોગ્ય વિભાગ દ્વારા ઠંડીથી સાવચેત રહેવા માટે નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે અને ઠંડીથી બચવા માટે જિલ્લા વાસીઓને અપીલ પણ કરવામાં આવી છે. ખાસ કરીને ઠંડીનું પ્રમાણ વધતું હોવાથી હ્રદય રોગ, બ્લડપ્રેશર સહિતના રોગોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. એવામાં હ્રદય રોગ બ્લડપ્રેશર જેવા દર્દીઓને તબિયત જાળવા માટે પણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
વૃદ્ધો, સગર્ભા અને બાળકોને ખાસ સાવધાન રહેવા સૂચન
સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો ગગડીને 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને કોલ્ડ વેવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે નવી ગાઈડલાઈન મુજબ ગરમ કપડાનો સહારો લેવો અને બને ત્યાં સુધી વહેલી સવારે અને મોડી સાંજે ઘરની બહાર ન નીકળવા પણ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને પણ વિશેષ સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા હૃદય રોગથી પીડિત લોકો હોય તો તેમને કસરત ન કરવા પણ સલાહ આપવામાં આવી છે.
ખાસ છે કે હજુ પણ ઠંડી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે શરીર ઉપર કોલ્ડ વેવની અસર દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ લેવા પણ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે. ઝૂંપડપટ્ટી તેમજ ખુલ્લી જગ્યામાં વસવાટ કરતા લોકો હોય છે તેમને ગરમ ધાબળા તેમજ ગરમ કપડાનો સહારો લેવા પણ આરોગ્ય વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે. બીજી તરફ ઠંડી વધવાના કારણે અસ્થમા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય હૃદય રોગ અને બ્લડપ્રેશર જેવા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોલ્ડ વેવ જેવી પરિસ્થિતિમાં સાવચેતી જાળવવા પણ જિલ્લા વાસીઓને આરોગ્ય વિભાગ અપીલ કરી રહ્યું છે.
આ પણ વાંચો:

