ETV Bharat / state

સુરેન્દ્રનગર જિલ્લામાં ભરશિયાળે માવઠાથી જીરાના પાકમાં સુકારો, ખેડૂતો પર ચિંતાના વાદળ છવાયા

જીરાના પાકને સુકારો લાગી ગયો છે અને જીરાનો ઉભો પાક સુકાવા લાગ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભરશિયાળે માવઠાથી જીરાના પાકમાં સુકારો, ખેડૂતો પર ચિંતાના વાદળ છવાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં ભરશિયાળે માવઠાથી જીરાના પાકમાં સુકારો, ખેડૂતો પર ચિંતાના વાદળ છવાયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 1, 2026 at 1:22 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત સતત પરેશાનીનો સામનો કરી રહ્યો છે અને આફતનો સામનો પણ કરી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે 50,000 થી વધુ હેક્ટર જમીન જીરાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં વઢવાણ તાલુકાના ખેડૂતોએ પણ નવી આશા સાથે અને આવક થાય તેવી વિચારણા સાથે જીરાનું પાકનું વાવેતર કર્યું છે. પરંતુ હાલના તબક્કામાં જીરાના પાકને સુકારો લાગી ગયો છે અને જીરાનો ઉભો પાક સુકાવા લાગ્યો છે.

વઢવાણ તાલુકાની સીમમાં જીરાનો પાકમાં સુકારો લાગી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક વીઘા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા જીરાના પાકનું વાવેતર કરી જેમાં બિયારણ ખાતર મજૂરી પાછળ 7000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ હાલના તબક્કામાં જીરાનો ઉભો પાક સુકાવા લાગતા ખેડૂતોની ચિંતા વધી છે. જમીનમાં સતત ભેજ આવતો હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું ખેડૂતો દ્વારા અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભરશિયાળે માવઠાથી જીરાના પાકમાં સુકારો, ખેડૂતો પર ચિંતાના વાદળ છવાયા (ETV Bharat Gujarat)

ખેડૂતો જીરાના પાક બચાવવા માટે દવાનો છંટકાવ કરી રહ્યા છે પરંતુ તે છતાં પણ જીરામાં સુકારો વધતો જઈ રહ્યો છે. માવઠાના કારણે પાછળ વરસાદ થયો છે જેને લઇને જમીનમાં ભેજનું પ્રમાણ વધુ છે. બીજી તરફ જોઈએ તેટલી ઠંડી પણ નથી પડી રહી એટલે વાતાવરણની અસર પણ જીરાના પાક ઉપર પડી રહી છે. જીરાનો પાક સુકાવા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતો ઉપર ફરી એક વખત આફતરૂપી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધાંગધ્રામાં મોડી રાત્રે માવઠું પણ વરસ્યું છે જેને લઇને પણ પાકોને નુકસાન થયું છે. ખેડૂતો માટે આફતરૂપી વર્ષ સાબિત થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જીરાના પાકનું સૌથી વધુ વાવેતર ખેડૂતોએ કર્યું છે પરંતુ હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાના કારણે જીરાનો પાક સુકાવા લાગ્યો છે અને ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. વધુ એક વખત પડ્યા પર પાટુ જેવો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો સર્જાઈ જવા પામ્યો છે અને જિલ્લાનો જગતનો તાત ફરી એક વખત દેવામાં ડૂબ્યો છે.

આ પણ વાંચો: