ETV Bharat / state

આજે સુરેન્દ્રનગરના 12 કેન્દ્રો પર GPSCની પરીક્ષા, તંત્ર દ્વારા શરુ કરાઈ તૈયારીઓ

શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા યોજાઈ તે પ્રકારના પ્રયાસો તંત્ર અને અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરના 12 કેન્દ્ર પર 2598 વિદ્યાર્થીઓ આપશે GPSCની પરીક્ષા
સુરેન્દ્રનગરના 12 કેન્દ્ર પર 2598 વિદ્યાર્થીઓ આપશે GPSCની પરીક્ષા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 3, 2026 at 7:02 PM IST

|

Updated : January 4, 2026 at 6:37 AM IST

1 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર : સમગ્ર ગુજરાત રાજ્યમાં રવિવારે GPSCની પરીક્ષા યોજાવાની છે, ત્યારે પરીક્ષાને લઈ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 12 કેન્દ્ર ઉપર પરીક્ષા યોજવાની છે. પોલીસ વિભાગ તેમજ પ્રશાસન વિભાગ અને શિક્ષણ વિભાગની ટીમોને કામે લગાવવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા યોજાઈ તે પ્રકારના પ્રયાસો તંત્ર અને અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના 108 જેટલા બ્લોકમાં પરીક્ષા યોજવાની છે. પરીક્ષા બંદોબસ્ત માટે સૌથી વધુ અધિકારીઓનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, ત્યારે આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે GPSC પરીક્ષાના પેપરો આવી પહોંચ્યા છે. અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમમાં આ પેપરો સીલ કરવામાં આવ્યા છે, કાલે વહેલી સવારે આ સ્ટ્રોંગ રૂમનું સીલ ખોલી અને ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર સુધી પેપર લઈ જવાની તૈયારી કરવામાં આવશે.

સુરેન્દ્રનગરના 12 કેન્દ્ર પર 2598 વિદ્યાર્થીઓ આપશે GPSCની પરીક્ષા (ETV Bharat Gujarat)

સુરેન્દ્રનગર જિલ્લામાં 108 બ્લોકમાં પરીક્ષા યોજવાની છે, ત્યારે ઇલેક્ટ્રોનિક સાધનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની મોબાઇલ ફોન અથવા તો ઇલેક્ટ્રીક વોચ પણ પરીક્ષા સ્થળે લઈ જવા દેવામાં આવશે નહીં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ ખાતેથી જીપીએસસીના પેપર રવાના કરવામાં આવશે, તે વાહન સાથે GPS લગાવવામાં આવશે અને તેનો ટ્રેકિંગ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં વાદવિવાદ અને કોઈપણ પ્રકારની ગેરરિતી પરીક્ષામાં ન સર્જાય તે હેતુથી તંત્રએ વ્યવસ્થા કરી છે, તમામ કેન્દ્ર ઉપર પી.આઈ સહિતના અધિકારીઓ હાજર રહેશે.

આ પણ વાંચો...

  1. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા પદ્ધતિ બદલી, ઓનલાઇન લેવાશે પરીક્ષા
  2. Gujarat Govt job : 3014 તલાટી કમ મંત્રી સહિત 4159 નવનિયુક્ત યુવા કર્મચારી નિમણૂક પત્ર એનાયત
Last Updated : January 4, 2026 at 6:37 AM IST