ETV Bharat / state

સુરત ગ્રામ્ય LCBનો સપાટો, કામરેજ પાસે 51 લાખના મુદ્દામાલ સાથે પાન મસાલાનો જથ્થો ઝડપાયો

સુરત ગ્રામ્ય પોલીસની LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે કામરેજ વિસ્તારમાં વોચ ગોઠવી બિલ વગરના સિગ્નેચર પાન મસાલાના મોટા જથ્થા સાથે એક કન્ટેનર ઝડપી પાડ્યું

કામરેજ પાસે 51 લાખના મુદ્દામાલ સાથે પાન મસાલાનો જથ્થો ઝડપાયો
કામરેજ પાસે 51 લાખના મુદ્દામાલ સાથે પાન મસાલાનો જથ્થો ઝડપાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 27, 2026 at 11:10 AM IST

1 Min Read
Choose ETV Bharat

સુરત: સુરત ગ્રામ્ય પોલીસની LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે કામરેજ વિસ્તારમાં વોચ ગોઠવી બિલ વગરના સિગ્નેચર પાન મસાલાના મોટા જથ્થા સાથે એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ ₹51.33 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે જથ્થો મોકલનાર અને મંગાવનાર અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને ઇન્સ્પેક્ટર આર.બી.ભટ્ટના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ રોહિતભાઈ અને હેડ કોન્સ્ટેબલ અનિલભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વરથી એક ટાટા કન્ટેનર (નંબર: RJ-14-GQ-1124) બિલ વગરનો પાન મસાલાનો જથ્થો ભરીને વલથાણ નહેર થઈ સુરત તરફ જવાનું છે.

કામરેજ પાસે 51 લાખના મુદ્દામાલ સાથે પાન મસાલાનો જથ્થો ઝડપાયો (ETV Bharat Gujarat)

બાતમીના આધારે પોલીસે વલથાણ ગામે નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તલાશી લેતા તેમાંથી 'સિગ્નેચર પાન મસાલા'ના કાર્ટન મળી આવ્યા હતા. ચાલક પાસે આ માલના કોઈ બિલ કે કાયદેસરના આધાર પુરાવા ન હોવાથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલો મુદ્દામાલ

પાન મસાલાનો જથ્થો: ₹41,23,000/-

ટાટા કન્ટેનર: ₹10,00,000/-

મોબાઈલ ફોન (02 નંગ): ₹10,000/-

કુલ મુદ્દામાલ: ₹51,33,000/-

પકડાયેલા આરોપીઓ

દિલશાદ ખાન અસલમ ખાન (ચાલક) – રહે. હરિયાણા

2.જહીર સિરાજદ્દીન ખાન (ક્લીનર) – રહે. હરિયાણા

વોન્ટેડ આરોપીઓ

શેખ આસીફ જબ્બાર (માલ ભરાવનાર) – રહે. અંકલેશ્વર, ભરૂચ

મોનુ પરમાર (માલ મંગાવનાર) – રહે. નિયોલ ચેક પોસ્ટ પાસે, સુરત

આ કામગીરીમાં એલ.સી.બી.ના પીએસઆઈ જે.એલ.પટેલ, રોહિતભાઈ, અનિલભાઈ અને વિક્રમભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને આગળની કાર્યવાહી માટે કામરેજ પોલીસ સ્ટેશન સોંપ્યા છે

આ પણ વાંચો: