
સચિનમાં ભીષણ આગ (etv bharat gujarat)
સુરત: સુરત શહેરના સચિન વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આજે વહેલી સવારે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસેરા નગર નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં આવેલી બે દુકાનોમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને રાહદારીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ગભેણી ચોકડી નજીક બસેરા નગર પાસેના ખુલ્લા પ્લોટમાં ગેરેજ સહિત બે દુકાનો આવેલી છે. આજે સવારે અચાનક આ દુકાનોમાંથી આગની લાગવાની ઘટના બનવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દુકાનોમાં વેસ્ટ ઓઇલ ભરેલા ડ્રમ સહિત અન્ય સામાન રાખવામાં આવ્યો હોવાથી આગ વધુ ઝડપથી પ્રસરી હતી.
વેસ્ટ ઓઇલના ડ્રમમાં પ્રચંડ બ્લાસ્ટ
આગ દરમિયાન ગેરેજ અને અન્ય દુકાનમાં રાખવામાં આવેલા વેસ્ટ ઓઇલથી ભરેલા બે ડ્રમ આગની ઝપેટમાં આવી ગયા હતા. ગરમીના કારણે બંને ડ્રમમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં ધડાકાનો અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે દુકાનની છત પર લગાવવામાં આવેલા પતરાં હવામાં ઊછળીને દૂર જઈ પડ્યાં હતાં.
સચિનમાં ભીષણ આગ (etv bharat gujarat)અચાનક થયેલા આ પ્રચંડ ધડાકાથી આસપાસના રહીશો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળ નજીક રહેલા લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા અને આગને જોવા માટે લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા.
પાર્ક કરેલા વાહનો પણ આગની ઝપેટમાંઆગ ખૂબ જ ઝડપથી ફેલાતાં દુકાનની બહાર પાર્ક કરવામાં આવેલા વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાસ્થળે ઊભેલા ત્રણ આઇશર ટ્રક અને એક છોટા હાથી ટેમ્પો આગની લપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયા હતા. વાહનો ઉપરાંત દુકાનની અંદર રાખવામાં આવેલો અન્ય કિંમતી સામાન પણ આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.
સાત ફાયર સ્ટેશનના 9 ફાયર ફાઈટરોએ સંભાળ્યો મોરચોઘટનાની જાણ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમોને રવાના કરવામાં આવી હતી. ફાયર ઓફિસર દિનેશ પટેલના જણાવ્યા મુજબ, શહેરના સાત અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી કુલ 9 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો શરૂ કરી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. આસપાસ અન્ય ગોડાઉન અને દુકાનો આવેલી હોવાથી આગ વધુ વિસ્તારમાં ન ફેલાય તે માટે ફાયર વિભાગે ખાસ તકેદારી રાખી હતી. ભારે જહેમત બાદ આશરે એક કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
સદનસીબે જાનહાનિ ટળીભીષણ આગ અને પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં સદનસીબે કોઈ માનવ જાનહાનિ થઈ નથી. જેના કારણે ફાયર વિભાગ તેમજ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન પણ થયું હોવાનું અનુમાન છે.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતાપ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગમાં થયેલા કુલ નાણાકીય નુકસાન અંગે પણ તપાસ બાદ જ ચોક્કસ વિગતો સામે આવશે.
આ પણ વાંચોઃ મહેસાણા: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત; પાક બચાવવા કૃષિ અધિકારીએ આપી મહત્ત્વની સલાહમહિલાના નાકમાંથી સતત લીક થતું હતું મગજનું પ્રવાહી, જટિલ સર્જરીથી તબીબોએ મેળવી ઐતિહાસિક સફળતા