ETV Bharat / state

સુરત: ડભારી બીચ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ

કાંઠાના ગામોમાં પેટ્રોલિંગ દરમિયાન મરિન કમાન્ડો એ શંકાસ્પદ ગતિવિધિવાળા ઈસમો, મોટા વાહનો સાથે બોટો અને અવાવરું જગ્યાએ કડક પણ ચેકિંગ કરવામાં આવ્યું.

સુરત: ડભારી બીચ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
સુરત: ડભારી બીચ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 5, 2026 at 7:18 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: હજીરાના દરિયા કિનારા પર ડીઝલ ચોરીનું મોટું નેટવર્ક પકડાયા બાદ દોડતી થયેલી હજીરા મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ઓલપાડ તાલુકાના અરબી સમુદ્ર પર આવેલ ડભારી બીચ સાથે કાંઠાના ગામોમાં અચાનક ફૂટ પેટ્રોલિંગ સાથે શંકાસ્પદ ગતિવિધિ વાળા ઈસમો, મોટા વાહનો સાથે બોટ અને અવાવરું જગ્યાએ કડક પણ ચેકિંગ કર્યું હતું. આમ અચાનક મરીન ફોર્સ દ્વારા કામગીરી કરવાની વાત દરિયા કિનારે દરિયાઈ માર્ગે ગેરકાયદેસર નું કૃત્ય કરતા લોકો ફફડી ઉઠયા હતા.

હજીરાના દરિયાઈ માર્ગે આવતા જહાજ માંથી ડીઝલ ચોરી લાવી વેચવાનું મોટું નેટવર્ક પકડાયું છે, ત્યારે એક માત્ર હજીરા જ નહિ પણ ઓલપાડના ડભારી બીચ સહીત કાંઠાના દરિયા કિનારાના ગામોમાં દરિયાઈ માર્ગે ગેરકાયદેર ની ગુનાહિત પ્રવૃત્તિ થતી આવી છે, દરિયા કિનારા પર આવેલા કેન્દ્રશાસિત પ્રદેશોથી સુરત જિલ્લામાં આવતા વિદેશી દારૂ પકડી પાડવા માટે પોલીસ કડક કાર્યવાહીમાં લાગે છે ત્યારે બુટલેગરો હોડકા દ્વારા દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરતા હોવાનું અગાઉ ઓલપાડના દરિયા કિનારે દારૂના જથ્થા સાથે મોટી બોટ પકડવાની ઘટના નોંધાયું છે.

સુરત: ડભારી બીચ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ (ETV Bharat Gujarat)

ત્યારે હવે ઓલપાડ તાલુકાના દરિયા કિનારા પર મરીન ફોર્સ સક્રિય થઇ છે, સોમવારે અચાનક હજીરા મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવા સાથે શંકાસ્પદ ગતિવિધિ વાળા ઈસમો, મોટા વાહનો સાથે બોટ અને અવાવરું જગ્યાએ કડક પણ ચેકિંગ કર્યું હતું ત્યારે હજીરા મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવતા દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરવા સાથે અન્ય પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો, ત્યારે ATS અને કોસ્ટલ સિક્યુરિટી ADGP અમિતકુમાર વિશ્વકર્મા અને IG પી.એલ માલના માર્ગદર્શન હેઠળ સુરક્ષા અભિયાન ચલાવ્યું હતું.

સુરત: ડભારી બીચ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
સુરત: ડભારી બીચ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ (ETV Bharat Gujarat)
સુરત: ડભારી બીચ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
સુરત: ડભારી બીચ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ (ETV Bharat Gujarat)

હજીરા મરીન ટાસ્ક ફોર્સના SP એસ.જે પરમાર ના કહેવા મુજબ દરિયા કિનારા પર આતંકી પ્રવૃત્તિને રોકવા માટે સુરક્ષાના ભાગરૂપે ઓલપાડ દરિયા કિનારાના ગામોમાં ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી. દરિયાઈ માર્ગે થતી શંકાસ્પદ પ્રવૃત્તિને ડામી દેવા અને કોસ્ટલ સુરક્ષાને મજબૂત કરવા આ કામગીરી એ મહત્વનું પગલું હોવાનું પણ કહેવાયું છે.

આ પણ વાંચો: