ETV Bharat / state

સુરતના હજીરામાં હિંસાની ઘટનામાં 40ની અટકાત, AM/NS અને L&T પ્લાન્ટ પોલીસ છાવણીમાં ફેરવાયા

આજે શુક્રવારે વહેલી સવારે L&Tના ગેટ નંબર 3 પાસે ફરી 50થી વધુ કોન્ટ્રેક્ટ કર્મચારીઓ એકઠા થયા હતા, પરંતુ સતર્ક પોલીસે તાત્કાલિક તેમને વિખેરી નાખ્યા હતા.

હજીરામાં હિંસાની ઘટનામાં 40ની અટકાયત
હજીરામાં હિંસાની ઘટનામાં 40ની અટકાયત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 27, 2026 at 6:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: હજીરા સ્થિત AM/NS (આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ) અને L&T કંપનીના પ્લાન્ટમાં ગુરુવારે થયેલી ભીષણ હિંસા અને પથ્થરમારા બાદ આજે શુક્રવારે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સમગ્ર હજીરા પટ્ટીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ હિંસા પાછળ સોશિયલ મીડિયાનો મોટો હાથ છે. હરિયાણાના પાણીપતના જૂના આંદોલનના વીડિયો વ્હોટ્સએપ અને ટેલિગ્રામ પર વાયરલ કરી 'પોલીસને ટાર્ગેટ' કરવા માટે શ્રમિકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. અંદાજે 4,000થી વધુ લોકોના ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કરતા પરિસ્થિતિ બેકાબૂ બની હતી.

હજીરામાં હિંસાની ઘટનામાં 40ની અટકાયત (ETV Bharat Gujarat)

પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે 10 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું, 36 ટીયર ગેસના શેલ છોડ્યા અને 06 સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. આ હિંસામાં DCP શેફાલી બરવાલ સહિત અનેક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેને પગલે પોલીસે 40 ઓળખાયેલા તોફાની તત્વો સામે 'હત્યાના પ્રયાસ' સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

આજે શુક્રવારે વહેલી સવારે L&Tના ગેટ નંબર 3 પાસે ફરી 50થી વધુ કોન્ટ્રેક્ટ કર્મચારીઓ એકઠા થયા હતા, પરંતુ સતર્ક પોલીસે તાત્કાલિક તેમને વિખેરી નાખ્યા હતા. હાલમાં પ્લાન્ટની અંદર કામગીરી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે.

DCP શેફાલી બરવાલે જણાવ્યું કે, પાણીપતમાં કેટલાક દિવસમાં IOCLની રિફાઈનરી છે તેમાં L&T કોન્ટ્રાક્ટના કામદારોનું મોટું આંદોલન ચાલી રહ્યું હતું, અને હડતાળ ચાલી રહ્યું હતું. તેના હિસાબે કાલ સવારથી અહીંના કામદારોના જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં ત્યાં પાણીપતના વોટ્સએપ મારફતે મેસેજ મળી રહ્યા હતા તે વીડિયો અહીં વાઈરલ થયા અને તેના કારણે મોટી સંખ્યામાં AM/NSમાં લોકો એકઠા થવાના શરૂ થયા. જેવી પોલીસને તેની જાણ થઈ તો અમારા PI ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે લોકોને પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પથ્થરમારો શરૂ થયો લોકો તરફથી અને અમારા તરફથી કાર્યવાહી કરતા 10 રાઉન્ડ ફાયરિંગ હવામાં કરવામાં આવ્યું, 6 હેન્ડ ગ્રેનેડ અને 36 ટીયર ગેસના સેલ છોડ્યા. અમારા PI અને એક-બે કોન્સ્ટેબલને પણ ઈજા થઈ છે. આમાં BNSની કલમ 109 (1), 189 (2) અને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 1984 અંતર્ગત અમે FIR નોંધી છે, તેમાં 40 લોકોની અત્યાર સુધી અટકાયત થઈ ચૂકી છે અને કોમ્બિંગ ઓપરેશન પણ ચાલું છે. પોલીસ પેટ્રોલિંગ પણ ચાલુ છે અને 4000 લોકોના ટોળા સામે પણ FIR નોંધી છે.

આ પણ વાંચો:

  1. સુરત: ઉધના વિસ્તારમાં ખભે ખભો અડકતા પાડોશીની નિર્મમ હત્યા, આરોપી ઝડપાયો
  2. ગુજરાત હાઇકોર્ટે AI સાઇટેશનના ખોટા ઉપયોગ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી, અર્ધ-ન્યાયિક સત્તા માટે ગાઇડલાઇનની માંગ