ETV Bharat / state

રીલ લાઈક કરવા અને ઇન્વેસ્ટમેન્ટના નામે લાખોની ઠગાઈ આચરનાર યુવકને સુરત સાયબર ક્રાઇમે સેલવાસથી ઝડપ્યો

ઠગો ટેલિગ્રામ પર રીલ વ્યૂ કરવાના બહાને યુઝર્સને 150 રૂપિયા જમા કરાવી વિશ્વાસ કેળવતા પછી ફેક વેબસાઇટ બનાવી રોકાણના નામે લાખો રૂપિયા પડાવી લેતા હતા

ઠગો ટેલિગ્રામ પર રીલ વ્યૂ કરવાના બહાને યુઝર્સને 150 રૂપિયા જમા કરાવી વિશ્વાસ કેળવતા પછી ફેક વેબસાઇટ બનાવી રોકાણના નામે લાખો રૂપિયા પડાવી લેતા હતા
ઠગો ટેલિગ્રામ પર રીલ વ્યૂ કરવાના બહાને યુઝર્સને 150 રૂપિયા જમા કરાવી વિશ્વાસ કેળવતા પછી ફેક વેબસાઇટ બનાવી રોકાણના નામે લાખો રૂપિયા પડાવી લેતા હતા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 2, 2026 at 10:57 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: શેરચેટ રીલ વ્યૂ (Reel View) અને પેમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ટાસ્કના નામે થયેલી રૂપિયા 26,12,000 થી વધુની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ વર્કઆઉટના આધારે મુખ્ય આરોપીને સેલવાસ ખાતેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા 20 વર્ષીય આરોપીનું નામ આદિત્ય શિવશંકર પાંડે છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને સેલવાસમાં દાદરા ખાતે ફેક્ટરીમાં નોકરી તેમજ અભ્યાસ કરતો હતો.

સુરત સાયબર ક્રાઇમ સેલના ડીસીપી બિશાખા જૈન દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ઠગો ટેલિગ્રામ પર રીલ વ્યૂ કરવાના બહાને પહેલાં યુઝર્સને 150 રૂપિયા જમા કરાવી વિશ્વાસ કેળવતા હતા. ત્યારબાદ ફેક વેબસાઇટ બનાવી રોકાણના નામે ફરિયાદી પાસેથી લાખો રૂપિયા અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. જ્યારે ભોગ બનનારને નફો અને રિટર્ન મળવાની લાલચ આપી વિશ્વાસ બેસી જતો, ત્યારે તેઓ મોટું રોકાણ કરાવતા હતા. સુરતના ભોગ બનનારે આ રીતે રૂપિયા 26,12,000 નું રોકાણ કર્યું હતું, પરંતુ જ્યારે વિડ્રોલ (withdrawal) કરવાનો સમય આવ્યો ત્યારે રકમ ન મળતા તેમને ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો અને સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો.

ઠગો ટેલિગ્રામ પર રીલ વ્યૂ કરવાના બહાને યુઝર્સને 150 રૂપિયા જમા કરાવી વિશ્વાસ કેળવતા પછી ફેક વેબસાઇટ બનાવી રોકાણના નામે લાખો રૂપિયા પડાવી લેતા હતા (ETV Bharat Gujarat)

સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપી આદિત્ય પાંડેને ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં સામે આવ્યું કે: ફરિયાદીના રૂપિયા 1.20 લાખ આરોપીના HDFC બેંકના કરંટ ખાતામાં જમા થયા હતા. આરોપીએ નાસતા ફરતા સાગરીત આરીફને 3% કમિશન પર આ છેતરપિંડીના રૂપિયાની હેરાફેરી કરવા માટે પોતાનું બેંક એકાઉન્ટ આપ્યું હતું. આરીફ સાથે તેની મુલાકાત માત્ર ટેલિગ્રામ પર જ થઈ હતી, ક્યારેય ફેસ-ટુ-ફેસ મુલાકાત થઈ ન હતી. પોલીસે હાલ આરીફને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

તપાસ દરમિયાન એ પણ ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીના આ બેંક ખાતા સામે સમગ્ર ભારતમાં કુલ 4 NCRP ફરિયાદો નોંધાયેલી છે. આ ખાતા દ્વારા અલગ-અલગ રાજ્યોમાં કુલ રૂપિયા 1 કરોડ 97 લાખ જેટલી જંગી રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ દ્વારા આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: