અમરેલીની શાળાના વિદ્યાર્થીઓનું આકર્ષક વુડન આર્ટ, અભ્યાસ અને આવડત થકી બની રહ્યાં છે આત્મનિર્ભર
અમરેલીની ડોક્ટર કલામ ઈનોવેશન સ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે એવું કામ પણ કરી રહ્યાં છે જેનાથી તેમને લાખો રૂપિયાની કમાણી થઈ રહી છે.

Published : December 31, 2025 at 10:40 AM IST
અમદાવાદ: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અમરેલીની ડૉક્ટર કલામ ઇનોવેશન સ્કૂલના વિદ્યાર્થીઓ એક એવું ઇનોવેટિવ કાર્ય કરી રહ્યા છે કે, જેનાથી આ બાળકો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓએ લાકડામાંથી આકર્ષક વસ્તુઓ બનાવીને પોતાની કળા સાથે કમાણીનો સ્ત્રોત પેદા કર્યો છે.
વંડરફૂલ વુડન આર્ટ
અમદાવાદ ફુડ ફેસ્ટીવલમાં અમરેલીની ડોક્ટર કલામ ઈનોવેશન સ્કૂલના વિદ્યાર્થીઓનો પણ એક સ્ટોલ છે. જેમાં લાકડામાંથી હાથેથી બનાવેલા વિવિધ ઉત્પાદનો બનાવ્યા છે. જેમાં ડ્રાયફ્રૂટ બોક્સ, વુડન આર્ટ ઘડિયાળો અને લાકડાના પર્સનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો અહીં આવનારા લોકોને આકર્ષિત કરી રહ્યા છે. ફક્ત બે દિવસમાં, આ વિદ્યાર્થીઓએ લગભગ 2 લાખ 70 હજાર રૂપિયાની કમાણી કરી છે.
અમરેલીની ડોક્ટર કલામ ઈનોવેશન સ્કૂલે આકર્ષણ જમાવ્યું
અમદાવાદમાં આયોજીત સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં ગુજરાત શહેર અમરેલીની ડોક્ટર કલામ ઈનોવેશન સ્કૂલે આકર્ષણ જમાવ્યું છે, તને આ સ્કૂલના વિદ્યાર્થીઓ દર સેકન્ડે સારો એવો બિઝનેસ કરીને આવક મેળવી રહ્યાં છે અને બે દિવસની અંદર અઢી લાખ રૂપિયાની કમાણી કરી છે. વિદ્યાર્થી નિર્મિત પ્રોડક્ટસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, આ 13 થી 16 વર્ષના ઉંમરના વિદ્યાર્થીઓ પોતાની અનોખી ઉદ્યોગ સાહસિક ક્ષમતાથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.

'અમારી સ્કૂલની અંદર એક સ્ટાર્ટ સ્ટુડિયો છે, જેની અંદર અમે વુડન આર્ટીકલ બનાવીએ છીએ. જેમાં ખાસ કરીને વૉલ ક્લોક, ડાયરી પર્સ અને વિવિધ આર્ટિકલ્સ અમે બનાવીએ છીએ, અને એની ડિઝાઈન પણ અમે જ કરીએ છીએ અને આનાથી જેટલી પણ રેવન્યુ જનરેટ થાય છે એ અમે જાતે જ રાખીએ છીએ અને જે પ્રોફિટ મળે છે, તેની અમે સ્કૂલ ફી અને અમારા હોસ્ટેલની ફી ભરીએ છીએ.' - જલ લાઠીયા, ધોરણ 11ના વિદ્યાર્થી, ડૉક્ટર કલામ ઈનોવેશન સ્કૂલ, અમરેલી

'છેલ્લા દોઢ વર્ષથી અમે વિવિધ વસ્તુઓ બનાવી રહ્યા છીએ. એક પ્રોડક્ટ બનાવવામાં 5 થી 10 મિનિટનો સમય લાગે છે, અભ્યાસ સાથે-સાથે અમે આ કામ કરી રહ્યા છે, જ્યારે અમને ફ્રી ટાઈમ મળે છે. ત્યારે અમે આ બધી વસ્તુ બનાવવા માટે પહોંચી જઈએ છીએ. આ કોન્સેપ્ટ સાથે 8 થી લઈને 12માં ધોરણના વિદ્યાર્થીઓ જોડાયેલા છે. આ સેકન્ડ વખત અમે આવ્યા છીએ, આની પહેલા પણ અમે ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવ્યા હતા, ત્યારે અમને 4 લાખ રૂપિયાની કમાણી થઈ હતી, આ વર્ષે એનાથી બમણો રિસ્પોન્સ મળી રહ્યો છે, પબ્લિક ખૂબ જ ઉત્સાહથી આવી રહી છે, અને ખરીદદારી કરી રહી છે, અને એ બની રહ્યા છે એટલે અમને બહુ જ ખુશી છે'. - જલ લાઠીયા, ધોરણ 11ના વિદ્યાર્થી, ડૉક્ટર કલામ ઈનોવેશન સ્કૂલ, અમરેલી

'અમારી સ્કૂલમાં ગરીબ પરિવારના બાળક અને ભણવા માટે તેના પિતાએ પોતાની બાઈક બેસીને ફી ભરી હતી, આ ઘટનાની જાણ થતાં જ અમને વિચાર આવ્યું કે, જો બાળકો ભણવાની સાથે કંઈક બિઝનેસ કરતા શીખે તો તેઓમાં બિઝનેસ કરવાની ક્ષમતા વધશે અને વાલીઓને પણ આર્થિક સહયોગ મળશે જેનાથી આજે મારી સ્કૂલના નાની ઉંમરના વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બની રહ્યા છે, અમારે માટે બહુ જ મોટી સફળતા છે.' -જય કાથરોટીયા, સંચાલક, ડૉક્ટર કલામ સ્કૂલ

'અમે સાત્વિક ફેસ્ટિવલથી બીટુ સી માર્કેટમાં જવાની શરૂઆત કરી હતી અને ચાર દિવસની અંદર 4 લાખ રૂપિયાની સેલિંગ કરી હતી, અને ત્યારે બહુ જ મોટી આવક બાળકોએ મેળવ્યું હતું. છેલ્લા એક વર્ષની અંદર આ કોન્સેપ્ટથી આ બાળકોએ 11 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. મુખ્યમંત્રી પણ આ કોન્સેપ્ટની નોંધ લીધી છે અને અમારે બાળકોને રાજ્યપાલે અપ્રીશિયેટ કરેલા છે. ગામડાના બાળકો નાની ઉંમરની અંદર ખૂબ જ કમાણી કરી રહ્યા છે અને આત્માને પર બની રહ્યા છે.' -જય કાથરોટીયા, સંચાલક, ડૉક્ટર કલામ સ્કૂલ
' પ્રોડક્ટ બનાવવા માટે 5 થી 10 વિદ્યાર્થીઓની ટીમ હોય છે,અને એક પ્રોડક્ટ બનાવવા માટે 5 થી 10 મિનિટનો સમય લાગે છે,અને જો વધારે ઓર્ડર હોય તો 50થી 60 વિદ્યાર્થીઓ એક સાથે મળીને કામ કરે છે. સાત્વિક ફેસ્ટિવલમાં આ બાળકોએ બે દિવસની અંદર 2 લાખ 70 હજાર રૂપિયાની કમાણી કરી લીધી છે. આ વિદ્યાર્થીઓ 50 રૂપિયાથી લઈને 400 રૂપિયામાં પ્રોડક્ટ વેચી રહ્યા છે એટલે બાળકોના પ્રયત્નો જોઈને અમે ઓનલાઇન માર્કેટિંગ તરફ પણ જઈશું અને બી ટુ સી અને બીટુબી માર્કેટ લાવીશું. આ બાળકોને જે પૈસા મળે છે જે નફો મળે છે એનાથી આ બાળકો પોતાની ફી ભરે છે, હોસ્ટેલની ફી ભરે છે, અને પોતાના પરિવારને આત્મનિર્ભર બનાવવાનું કામ કરી રહ્યા. ખેતરમાંથી આવતા ગરીબ બાળકો કિસાનના બાળકો કે મજૂર ના બાળકો અહીંયા આત્મનિર્ભર બની રહ્યા છે.' -જય કાથરોટીયા, સંચાલક, ડૉક્ટર કલામ સ્કૂલ
'સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં ખૂબ જ સારા સ્ટોલ લાગેલા છે, યંગ જનરેશન આ બધી વસ્તુઓથી માહિતગાર નથી, એમને આવી વાનગીઓ બનાવવા આવતી નથી અને અમુક વસ્તુ તો અમે પણ નથી જાણતા એવી વાનગીઓ અહીંયા મળી રહી છે તેની સાથે અહીં શોપિંગ કરવા માટે પણ ઘણા સ્ટોલ લાગેલા છે. અહીંયા કલામ સ્કૂલના વિદ્યાર્થીઓએ વુડન આર્ટ રાખ્યું છે, તે ખુબ જ સરસ છે. - ડિમ્પલ શાહ,મેનેજિંગ ટ્રસ્ટી, જીવન સંસ્થા ઘરડાઘર

