સુરેન્દ્રનગરના 12 કેન્દ્ર પર રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષાનું આયોજન, 2500થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના 12 કેન્દ્રમાં ગુજરાત વેરા નિરીક્ષકની પરીક્ષાનું આયોજન, શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા યોજાય તે માટેના તંત્રના પ્રયાસ

Published : January 4, 2026 at 12:37 PM IST
સુરેન્દ્રનગર: રાજ્યમાં ગુજરાત વેરા નિરીક્ષકની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પરીક્ષાનું આયોજન કરાયું છે. સુરેન્દ્રનગરમાં 12 કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે જેમાં 2500થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે.
સુરેન્દ્રનગરમાં 2500થી વધુ ઉમેદવાર વેરા નિરીક્ષકની પરીક્ષા આપશે
સુરેન્દ્રનગર જિલ્લાના 12 કેન્દ્રમાં ગુજરાત વેરા નિરીક્ષકની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 12 કેન્દ્ર ઉપર 109 જેટલા બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરની નીલકંઠ વિદ્યાલયમાં 192, દર્શન વિદ્યાલયમાં 240, શિખર વિદ્યાલયમાં 240 જોરાવનગર પીજીએનએમએસ ગર્લ્સ હાઇસ્કૂલમાં 240 ડી.એન.ટી હાઈસ્કૂલમાં 192 સવિતાબેન વાડીલાલ વકીલ માધ્યમિક શાળામાં પણ 240 તેમજ સી.યુ.શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ માં 192 આરપીપી ગર્લ્સ હાઇસ્કૂલમાં 240, ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં 240, શની સ્કાઇ સ્કૂલમાં 240 અને અલ્ટ્રા વિઝન એકેડેમીમાં પણ 240 જેટલા ઉમેદવારો GPSCની પરીક્ષા આપવા માટે કેન્દ્ર ઉપર પહોંચ્યા છે.
કોઈપણ પ્રકારની ગેરરીતી ન થાય અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા યોજાય તે માટેના તંત્રએ પણ પ્રયાસ કર્યા છે. સુરેન્દ્રનગરમાં જ્યાં GPSCની પરીક્ષાનું આયોજન છે ત્યાં 100થી વધુ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં SP-ASP,DYSP, DEO સહિતના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તમામ પ્રકારની ચેકિંગ કામગીરી પૂર્ણ કર્યા બાદ પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રવેશ આપવા દેવામાં આવ્યો છે અને ઉમેદવારો પાસેથી ઇલેક્ટ્રોનિક સાધનો પરીક્ષા કેન્દ્રની બહાર મુકાવવામાં આવ્યા છે.
"વર્ગ 3ની રાજ્ય વેરા નિરીક્ષક અંતર્ગત સુરેન્દ્રનગરના 12 કેન્દ્રમાં 2598 વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે. પોલીસ બંદોબસ્ત ખડેપગે કરવામાં આવ્યો છે. ચુસ્ત પણે ઇલેક્ટ્રોનિક માધ્યમનો પ્રવેશ ના થાય અને વિદ્યાર્થી તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે વહીવહટી તંત્રએ સુસજ્જ તૈયારીઓ કરી છે." અરવિંદ ઓઝા, શિક્ષણ અધિકારી, સુરેન્દ્રનગર
તમામ કેન્દ્ર ઉપર CCTV કેમેરા, પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે.
આ પણ વાંચો:

