ST બસના ભાડામાં 3 ટકાનો વધારો, આજે મધ્યરાત્રિથી લાગુ; 9 મહિનામાં બીજી વખત ભાડામાં વધારો
9 મહિનામાં બીજી વખત ગુજરાત એસટી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, આ પહેલા 28 માર્ચના રોજ 10 ટકાનો ભાવ વધારો કરવામાં હતો.

Published : December 31, 2025 at 7:10 PM IST
ગાંધીનગર: નિગમની પરિવહન સેવાઓને ધ્યાને લઈ ST બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. નિગમના સંચાલક મંડળ દ્વારા નિગમની સર્વિસોમાં તા. 31/12/2025 ની મધ્યરાત્રીથી એટલે કે તા. 01/01/2026 00.00 કલાકથી માત્ર 3% ભાડા વધારો કરવાનો નિર્ણય કકરવામાં આવ્યો છે.
જેમાં, લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે. જેમાં 9 કી.મી.સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો થશે નહિ જયારે 20 કી.મી. થી 60 કી.મી.ના મુસાફરોને માત્ર રૂ.1/- નો ભાડા વધારો થવા પામે છે. જેથી રાજ્યના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થશે.
આ ભાડા વધારા બાદ પણ અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાત એસી.ટી.નું લોકલ તથા એક્સપ્રેસ બસ ભાડુ ઓછું રહે છે. જેમ કે, લોકલ સર્વિસમાં પ્રતિ કી.મી /સીટ ગુજરાત-0.91, મહારાષ્ટ્ર-1.68, ઉત્તરપ્રદેશ-1.30, મધ્યપ્રદેશ-1.25, આન્ધ્રપ્રદેશ-1.02 અને રાજસ્થાન-1.00 જયારે એક્સપ્રેસ સર્વિસમાં પ્રતિ કી.મી/સીટ ગુજરાત- 0.97, મહારાષ્ટ્ર-1.68, ઉત્તરપ્રદેશ-1.64, મધ્યપ્રદેશ-1.38, આન્ધ્રપ્રદેશ-1.25 અને રાજસ્થાન-1.10 છે.
27 લાખ મુસાફરોને થશે અસર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3 ટકા ભાડા વધારાનો અમલ થઈ જશે જેથી 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધશે. મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભાડામાં વધારો કરવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવ્યું છે.
આ પહેલા 10 ટકા વધ્યું હતું એસટી ભાડુ
9 મહિનામાં બીજી વખત ગુજરાત એસટી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, આ પહેલા 28 માર્ચના રોજ 10 ટકાનો ભાવ વધારો કરવામાં હતો.
આ પણ વાંચો:

