1026માં ગઝની દ્વારા સોમનાથ મંદિરને લૂંટીને ધ્વંશ કરવામાં આવ્યું, જાણો શું છે સમગ્ર ઈતિહાસ
સોમનાથ મંદિરના 1000 વર્ષના પૂર્ણ ઇતિહાસ વિશેે જૂનાગઢના ઇતિહાસકાર પ્રદ્યુમન ખાચર પાસેથી ચાલો જાણીએ વિગતે...

Published : January 8, 2026 at 7:04 PM IST
જુનાગઢ : 11 તારીખે સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવવામાં આવી રહ્યો છે. 1026માં જાન્યુઆરી મહિનામાં મહમદ ગઝની દ્વારા સોમનાથ મંદિરને લુંટીને તેને ધ્વંશ કરવામાં આવ્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધીના એક હજાર વર્ષના સોમનાથ મંદિરના ઇતિહાસને લઈને સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવવામાં આવશે.
આ સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન પોતે હાજર રહીને સોમનાથ મહાદેવની પૂજા કરશે. સોમનાથ મંદિરના 1000 વર્ષના પૂર્ણ ઇતિહાસ વિશેે જુનાગઢના ઇતિહાસકાર પ્રદ્યુમન ખાચરન પાસેથી ચાલો જાણીએ વિગતે...
11મી જાન્યુઆરીએ તારીખે સોમનાથ સ્વાભિમાન પર્વ
11મી જાન્યુઆરીએ સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયંંમ ઉપસ્થિત રહીને 4 દિવસના સોમનાથ સ્વાભિમાન મહાપર્વને વિધિવત રીતે પૂર્ણ કરશે. 1026ની સાલમાં મહમદ ગઝની દ્વારા સોમનાથ મંદિરની જાહો જહાલી અને સુવર્ણની લૂંટ ચલાવીને આ મંદિરને ધ્વંશ કરી દેવામાં આવ્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધીમાં સમગ્ર ઘટનાક્રમ સાથે જોડાયેલ સોમનાથ મંદિરને 1000 વર્ષ પૂર્ણ થયા છે.

જેની ખાસ ઉજવણી રૂપે સોમનાથ સ્વાભિમાન મહાપર્વની ઉજવણી થઈ રહી છે, જેમાં 11મી તારીખે સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો હાજર રહીને 1000 વર્ષના સોમનાથ સાથે જોડાયેલા ઇતિહાસને નજર સમક્ષ ફરી એક વખત જીવંત બનાવશે.
સોમનાથ મંદિરનો ઝાઝરમાન ઇતિહાસ
સોમનાથ મંદિર 1000 વર્ષ કરતાં પણ વધારે પૂર્વેનો જાજરમાન ઇતિહાસ ધરાવે છે. સોમનાથનું પ્રથમ મંદિર ભગવાનેન્દ્ર ચંદ્ર એ બનાવ્યું હોવાને કારણે તેને સોમેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારબાદ રાવણે સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ ચાંદીથી નિર્માણ કરાવ્યું હોવાનું ઇતિહાસમાં પણ જોવા મળે છે, ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં કૃષ્ણએ સોમનાથ મંદિરનું નિર્માણ લાકડામાંથી કરાવ્યું હોવાની ધાર્મિક પરંપરા જોવા મળે છે, ત્યારે પ્રથમ પથ્થરના મંદિર બનાવવાનો શ્રેય ભીમદેવ પહેલાને જાય છે.

સોમનાથ મંદિર અનેક વખત વિધ્વંશકારી શક્તિઓ સામે તૂટ્યું અને તેવી જ રીતે બમણી શક્તિ સાથે ફરી એક વખત નવ નિર્માણ પામ્યું મહંમદ ગજનીએ સોમનાથ મંદિરની જાહોજહાલી અને સુવર્ણ માટે લુટ્યું હતું, તેવુ ગજનીના ઇતિહાસકાર અલ્બેરોની દ્વારા નોંધવામાં આવ્યું હતું, તેના પરથી સોમનાથ મંદિરને ગઝનીએ ધ્વંશ કર્યું હતું તેના પુરાવા મળે છે.

સોમનાથ મંદિરનો સુવર્ણકાલીન ઇતિહાસ
સમગ્ર ભારત વર્ષમાં આવેલા બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથ મહાદેવનો ઉલ્લેખ થાય છે, ખૂબ જ યશસ્વી અને સુવર્ણ જડીત ઇતિહાસ ધરાવતા સોમનાથ મહાદેવ મંદિરને અભિષેક માટે કાશ્મીરથી ફૂલ અને પવિત્ર, ગંગાજળ કાવડ દ્વારા દરરોજ કાવડિયાઓ સોમનાથ મહાદેવ સુધી પહોંચાડતા હતા. હજાર વર્ષની સોમનાથ મહાદેવની આ યશસ્વી ગાથામાં અનેક બહાદુર જવાનો રાજાઓએ પણ પોતાના બલિદાનો આપ્યા છે, રા'નવઘણના સેનાપતિ મહીધર અને શ્રીધરે પણ સોમનાથ મંદિરને તૂટતું અટકાવવા માટે આક્રમણ ખોરો સામે બાથ ભીડીને પોતાના પ્રાણ પ્રભાસની તીર્થભૂમિ એવા સોમનાથ મહાદેવ મંદિર માટે અર્પણ કર્યા હતા.

વાજા સામ્રાજ્યના રાજાઓ પણ સોમનાથ મંદિરને બચાવવા માટે શહીદ થયા હોવાનું ઇતિહાસમાં જોવા મળે છે. જૂનાગઢના ચુડાસમા વંશજના રાજવી જયસિંહ બીજાએ પણ વિધ્વંશકારી શક્તિઓ સામે લડત કરીને સોમનાથ મંદિરને તૂટતું બચાવવા માટે જયસિંહ બીજા પણ પ્રભાસ ત્વિર્થ ક્ષેત્રની આ ભૂમિમાં શહીદ થયા હતા, તેની સાથે ભાવનગરના રાજકુમાર હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની સેનાઓ એ પણ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા સોમનાથ મંદિરને તૂટતું બચાવવા માટે પોતાની સેના સાથે શહીદીને હસતા મોઢે સ્વીકારીને સોમનાથ મંદિરના જાજરમાન ઇતિહાસને બચાવવા માટેનો પ્રયાસ પણ કરેલો હતો. આજે સોમનાથ મંદિર પરિસરમાં વેગડાજી ભીલ અને હમીરજી ગોહિલની પૂર્ણ કદની પ્રતિમાઓ સોમનાથ મંદિરની સખાતે આવેલા તમામ વીર યોધ્ધા ઓની યાદ અપાવે છે.
સરદાર પટેલની પ્રતિજ્ઞા અને વર્તમાન સોમનાથ મંદિર
13મી નવેમ્બરે જુનાગઢ નવાબની ચુગાલમાંથી આઝાદ થયા બાદ પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે જુનાગઢમાં સભા કરીને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે નીકળ્યા હતા. અહીં સોમનાથ મંદિરને ધ્વંશ થયેલું જોઈને મેરામણના જળ સાથે પ્રતિજ્ઞા લીધી હતી, કે સોમનાથ મંદિરનો ભવ્ય અને જાજરમાન ઇતિહાસ ફરી એક વખત દેશમાં ઝળહળતો જોવા મળશે અને ત્યારથી સોમનાથ મંદિરના નવનિર્માણની યશગાથા શરૂ કરવામાં આવી હતી.

સોમનાથ ટ્રસ્ટનું બંધારણ નક્કી કરવામાં આવ્યું, આરઝી હકુમતના પ્રણેતા શામળદાસ ગાંધીએ ટ્રસ્ટને 51 હજાર રૂપિયાનું દાન આપીને સોમનાથ મંદિરના નવનિર્માણ કરવાની દિશામાં આર્થિક સહયોગની શરૂઆત થઈ, ત્યારથી સમગ્ર દેશમાંથી ખૂબ પુષ્કળ પ્રમાણમાં આર્થિક સહયોગ પ્રાપ્ત થયો.
ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર શિખર બંધ તૈયાર થયું હતું. 1951માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ભૂમિ પૂજન સાથે નુતન સોમનાથ મંદિર નવનિર્માણની પ્રક્રિયા શરૂ થઈ, જેના સ્વાભિમાન પર્વમાં સામેલ થવા માટે 11મી તારીખ અને રવિવારના દિવસે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયંમ હાજર રહેવાના છે.
આ પણ વાંચો...

