ETV Bharat / state

કચ્છમાં ફરી SMCનો દરોડો, વોંધ પાસે કટીંગ દરમિયાન ₹1 કરોડથી વધુનો દારૂ જપ્ત, સાત આરોપીઓ વોન્ટેડ

ભચાઉ તાલુકાના વોંધ ગામ પાસે આવેલા અમથડ તળાવ નજીક ખુલ્લા મેદાનમાં દારૂ કટીંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

કચ્છમાં ફરી SMCનો દરોડો, વોંધ પાસે કટીંગ દરમિયાન ₹1 કરોડથી વધુનો દારૂ જપ્ત, સાત આરોપીઓ વોન્ટેડ
કચ્છમાં ફરી SMCનો દરોડો, વોંધ પાસે કટીંગ દરમિયાન ₹1 કરોડથી વધુનો દારૂ જપ્ત, સાત આરોપીઓ વોન્ટેડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 23, 2026 at 9:27 PM IST

2 Min Read
Choose ETV Bharat

કચ્છ: કચ્છ જિલ્લામાં દારૂબંધી કાયદા હેઠળ ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છમાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)એ મોટી સફળતા મેળવી છે. ભચાઉ તાલુકાના વોંધ ગામ પાસે આવેલા અમથડ તળાવ નજીક ખુલ્લા મેદાનમાં દારૂ કટીંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ પહોંચી જતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ દરોડા દરમિયાન કુલ ₹1,30,58,800/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં માત્ર IMFL બોટલો જ ₹1,01,08,800/-ની હોવાનું બહાર આવ્યું છે. કુલ 7080 IMFL બોટલો, ₹25 લાખની કિંમતનું એક વાહન તેમજ 250 સોયાબીન પ્લાસ્ટિક બેગ (₹4.50 લાખ) કબ્જે લેવાયા છે. સમગ્ર કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશન હદમાં હાથ ધરાઈ હતી.

ચાર દિવસમાં જ બીજો મોટો ક્વોલિટી કેસ શોધાયો

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પશ્ચિમ કચ્છના વડવાળા નજીક પણ SMC દ્વારા ₹4 કરોડથી વધુનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તે કાર્યવાહી દરમિયાન થયેલી બેદરકારી બદલ રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ સંબંધિત પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શન અને લિવ રિઝર્વમાં મુકવા જેવા પગલાં લીધા હતા. હવે પૂર્વ કચ્છમાં થયેલી કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે, SMC દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે સખત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સાત આરોપીઓ વોન્ટેડ, લિસ્ટેડ બુટલેગર સામેલ

પોલીસે લિસ્ટેડ બુટલેગર અનોપસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા સહિત સાત આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓમાં IMFLના રિસીવર તેમજ કન્ટેનર ટ્રકના માલિક અને ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. એક અજાણ્યા સપ્લાયર સામે પણ ગુનો નોંધાયો છે.

પોલીસ દ્વારા કરાયેલ કાયદેસરની કાર્યવાહી

આ કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(2), 336(3), 340(2), 111(2)(B), 111(3)(4) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. સતત બે મોટા કેસ બહાર આવતા દારૂ મફિયાઓમાં હડકંપ મચી ગયો છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: