ETV Bharat / state

બોટાદના પાળીયાદ વિસ્તારમાં SMCની મોટી કાર્યવાહી, દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

SMC પોલીસ દ્વારા શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી રૂપિયા 64.33 લાખની કિંમતનો કુલ 15324 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

બોટાદના પાળીયાદ વિસ્તારમાં SMCની મોટી કાર્યવાહી, દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
બોટાદના પાળીયાદ વિસ્તારમાં SMCની મોટી કાર્યવાહી, દારૂ ભરેલ ટ્રક ઝડપાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 24, 2026 at 4:58 PM IST

1 Min Read
Choose ETV Bharat

બોટાદ: બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપર ગામ પાસેથી દારૂ ભરેલ ટ્રક ઝડપી લેવાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, SMC પોલીસ દ્વારા શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી રૂપિયા 64.33 લાખની કિંમતનો કુલ 15324 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂ મળ્યા બાદ ટ્રકને પાળીયાદ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો, જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

બોટાદના પાળીયાદ વિસ્તારમાં SMCની મોટી કાર્યવાહી, દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
બોટાદના પાળીયાદ વિસ્તારમાં SMCની મોટી કાર્યવાહી, દારૂ ભરેલ ટ્રક ઝડપાયો (ETV Bharat Gujarat)

પોલીસ તપાસમાં ટ્રક સહિત કુલ રૂપિયા 89.34 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વિજયભાઈ રવુભાઈ બોરીચા, ઉદયભાઈ ખાચર, હિતેશભાઈ હરેશભાઈ ખાચર, કાર્તિકભાઈ શિવરાજભાઈ ખાચર સહિત કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

SMCના દરોડામાં મોટો દારૂનો જથ્થો ઝડપાતા ગેરકાયદે દારૂની હેરાફેરીના જાળ વિશે અનેક શંકાઓ ઊભી થઈ છે. SMCના પીએસઆઈ એસ.વી. ગલસર મુજબ, આ અંગે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાતાં કાયદા વ્યવસ્થાની ચુસ્તતા સામે પ્રશ્નો ઊભા થાય છે. હાલ આ કેસમાં પોલીસ દ્વારા સંડોવાયેલા અન્ય આરોપીઓ અને દારૂના નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો:

ભાવનગર: ફરીયાદકામાં દારૂના કટીંગ સમયે પોલીસના દરોડા, 600 બોટલ સાથે શખ્સ ઝડપાયો

ભાવનગરના ભૂમિપુત્રની કમાલ, બ્રોકલી અને જાંબલી કોબીનું કર્યુ સફળ વાવેતર