ETV Bharat / state

આરોગ્યના દેવી તરીકે ધ્રાંગધ્રામાં પૂજાય છે શીતળા માતા, 216 વર્ષ જૂનું છે મંદિર; ભક્તોની દર વર્ષે ઉમટે છે ભીડ

શ્રાવણ વદ-7 (સાતમ) આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. આજે ધ્રાંગધ્રામાં આવેલા શીતળા માતાનું મંદિર 216 વર્ષ જુનું છે.

આરોગ્યના દેવી તરીકે ધ્રાંગધ્રામાં પૂજાય છે શીતળા માતા
આરોગ્યના દેવી તરીકે ધ્રાંગધ્રામાં પૂજાય છે શીતળા માતા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 3, 2026 at 1:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર: શ્રાવણ વદ-7 (સાતમ) આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. આજે ધ્રાંગધ્રામાં આવેલા શીતળા માતાનું મંદિર 216 વર્ષ જુનું છે અને સ્ટેટ વખતનું આ મંદિર છે. આજે વહેલી સવારથી લાંબી લાઇનો હતી.

શ્રાવણ વદ-7(સાતમ)ના રોજ મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. આ મંદિરે સવારથી લઇને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે.

આરોગ્યના દેવી તરીકે ધ્રાંગધ્રામાં પૂજાય છે શીતળા માતા (ETV Bharat Gujarat)

મંદિરે સવારે 4-30 વાગ્યે અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ-અલગ બાધાઓ રાખે છે જેવી કે, પગપાળા આવું, દંડવત કરતું આવવું કે ઠંડુ ખાવાનું જેવી બાધાઓ હોય છે. આ મંદિરે આસપાસનાં ગામડાનાં તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે. આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની સાતમ,આઠમ, નોમ અને દસમ ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા ઉમટી પડે છે.

"આજના દિવસે આસપાસના ગામડાના તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં મંદિર દર્શન કરવા વહેલી સવારથી આવે છે." બીપીન જાની, પૂજારી

મંદિરના પૂજારી બીપીનભાઈ જાનીએ જણાવ્યું હતું કે, આસપાસના ગામડાના તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં મંદિરમાં દર્શન માટે આવતા હોય છે અને આજે શીતળા સાતમ છે ત્યારે જે લોકોની માનતાઓ પૂરી થઈ હોય તે ભક્તો પણ દર્શન માટે આવે છે અને બાધા પૂરી કરી અને માતાજીને પગે લાગે છે. આજનો મહિમા વિશેષ છે, કારણ કે સાતમથી જ ધાંગધ્રામાં માતાજીની પૂજા અર્ચના કરી અને લોકમેળો પણ ખુલ્લો મુકવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. 216 વર્ષ પહેલા રાજા રજવાડાઓ દ્વારા આ મંદિર બંધાવવામાં આવ્યું હતું અને આજે પણ લોકોની આસ્થા જોડાયેલી છે. માતાજી તમામ લોકોના કામો પૂરા કરે છે અને શિતળા સાતમના દિવસે ભક્તોનું ધોળાપુર વહેલી સવારથી મંદિરમાં ઉમટી પડવા પામ્યો છે.

આ પણ વાંચો: