શાકંભરી નવરાત્રી: ભદ્રકાળી માતાજીને 301 કિલો શાકભાજી અર્પણ કરાઈ, ભક્તો ઉમટ્યા
આ દિવસોમાં માતાજીને વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોનો ભોગ ધરાવાતાં હોવાથી શાકંભરી નવરાત્રિ તરીકે ઓળખાય છે.

Published : December 31, 2025 at 8:27 PM IST
અમદાવાદ : શાકંભરી નવરાત્રી મા નગરદેવી ભદ્રકાળી માતાજીને આજના દિવસે 301 કિલો શાકભાજી અર્પણ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા માટે ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા. દર વર્ષે પોષ માસના શુક્લ પક્ષની અષ્ટમીથી શાકંભરી નવરાત્રી શરૂ થાય છે અને પોષી પૂનમના દિવસે પૂર્ણ થાય છે. આ દિવસોમાં માતાજીને વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોનો ભોગ ધરાવાતાં હોવાથી શાકંભરી નવરાત્રિ તરીકે ઓળખાય છે.
આ અંગે રામ બલ્લી પ્રાગ તિવારી રાષ્ટ્રના ચેરમેન શશીકાંત તિવારીએ જણાવ્યું હતું કે, "અત્યારે શાકંભરી નવરાત્રી ચાલી રહી છે. દરરોજ માતાજીના સેવકો દ્વારા 250 થી 500 કિલો શાકભાજી માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ શાકભાજી સેવક મંડળના લોકોને પ્રસાદી તરીકે આપવામાં આવે છે. શાકંભરી નવરાત્રીનું મહત્વ એ છે કે માતાજીનું શાક ઉત્સવ થાય છે. આ નવરાત્રી આઠમથી શરૂ થાય છે અને પૂનમ સુધી ચાલે છે.
કારણ કે આ સીઝનની અંદર શાકભાજી બહુ ઉગાડવામાં આવે છે. શાકભાજીનો માતાજીને ભોગ ચઢાવવામાં આવે છે. અત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આશીર્વાદ લેવા માટે ભાદ્રકાળી મંદિર આવી રહ્યા છે. લોકોમાં ખૂબ જ પ્રસન્નતા છે, નવા વર્ષની શરૂઆત થવાની છે, એટલે લોકો ખૂબ ખુશ છે.

તેમણે નવા વર્ષ માટે સંદેશો આપ્યો હતો કે સનાતન ધર્મનું કલ્યાણ થાય બધાએ સાથે મળીને યુદ્ધનું વાતાવરણ દેખાય તે તેને માતાજી બંધ કરીને શાંતિ માટે પ્રયત્ન કરે એવી અમારી ઈચ્છા છે.

દર્શનાર્થી કમલેશ પરમારે જણાવ્યું હતું કે, અહીંયા દરરોજ માતાજીના દર્શન કરવા માટે હું આવું છું. હાલ શાકંભરી નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે માતાજીને શાકભાજી અર્પણ કરવામાં આવી છે. માતાજીની પ્રસાદી રુપે આપવામાં આવે છે. અહીંયા બહું લોકો આવી રહ્યા છે. અમે અહીંયા આવીને પ્રાર્થના કરી છે કે નવા વર્ષમાં ખૂબ પ્રગતિ થાય અને ઉન્નતી થાય.

દર્શનાર્થી જિજ્ઞા શુકલએ જણાવ્યું હતું કે, "અત્યારે શાકંભરી નવરાત્રિ ચાલી રહી છે. શાકભાજીનો ભોગ જોવા આવ્યો છું, માતાજી નાગર દેવી તરીકે ઓળખાય છે. અમે દરરોજ આવીએ છીએ અને આશીર્વાદ લઈએ છીએ."

દર્શનાર્થી જગદીશભાઈએ જણાવ્યું હતું કે, "મારા દિવસની શરૂઆત હું દરરોજ માતાજીના દર્શન કરવા માટે આવું છું. આ શાકંભરી નવરાત્રી નસ અવસરના દર્શન માટે દરરોજ હજારો લોકો આવે છે. દર્શન કરે છે અને પોતાની મનની માનતા પૂરી કરે છે. ખુબ સારો એવો માહોલ જોવા મળે છે.
આ પણ વાંચો...

