ETV Bharat / state

કોસંબા નજીક સવા બ્રીજ નજીક ગંભીર ત્રિપલ એક્સિડન્ટ, પૂરપાટ ઝડપે દોડતી ઈકો કારે બાઇકને જોરદાર ટક્કર મારી, એકનું મોત

બાઈકને પાછળથી ફંગોળ્યા બાદ ઈકો કાર રોડ પરથી ફંગોળાઈને પલટી મારતી-મારતી હાઈવે કિનારે આવેલી હોટલના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી

બાઈકને પાછળથી ફંગોળ્યા બાદ ઈકો કાર રોડ પરથી ફંગોળાઈને પલટી મારતી-મારતી હાઈવે કિનારે આવેલી હોટલના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી
બાઈકને પાછળથી ફંગોળ્યા બાદ ઈકો કાર રોડ પરથી ફંગોળાઈને પલટી મારતી-મારતી હાઈવે કિનારે આવેલી હોટલના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 29, 2026 at 10:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: નેશનલ હાઈવે નં-48 પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. મુંબઈ-અમદાવાદ ટ્રેક પર કોસંબા નજીક સવા બ્રિજ ઉતરતાં પૂરપાટ ઝડપે દોડતી ઈકો કારે આગળ જઈ રહેલા બાઇકને જોરદાર ટક્કર મારતાં ગંભીર ત્રિપલ અસ્માત સર્જાયો હતો. કાળમુખા અકસ્માતમાં કાર ચાલક પુત્રની નજર સામે આગળની સીટ પર બેઠેલા પિતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક સવાર યુવક અને મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બ્રિજ ઉતરતી વખતે કારની ગતિ બેકાબૂ હતી. બાઈકને પાછળથી ફંગોળ્યા બાદ ઈકો કાર રોડ પરથી ફંગોળાઈને પલટી મારતી-મારતી હાઈવે કિનારે આવેલી 'ગ્રાન્ડ તુલસી હોટલના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં વાહનો માટેના યુરિયા સોલ્યુશન વેચાણની દુકાનનું શટર તોડી અંદર ઘૂસી જતાં નુક્સાન થયું હતું. અકસ્માતના દ્રશ્યો સોલ્યુશન વેચાણની દુકાનનું શટર તોડી અંદર હોટલના CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા.

બાઈકને પાછળથી ફંગોળ્યા બાદ ઈકો કાર રોડ પરથી ફંગોળાઈને પલટી મારતી-મારતી હાઈવે કિનારે આવેલી હોટલના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી (ETV Bharat Gujarat)

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડયાં હતાં. બાઈક પરથી રોડ પર પટકાયેલા યુવક અને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિક શાખાનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. દુર્ઘટનાને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના cctv ફૂટેજ હાલ સામે આવ્યા છે, જેમાં હાઈવેની બાજુમાં ગુલાટ મારતી દુકાનમાં ઘૂસતી નજરે ચડી રહી છે

સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઈ ઈશ્વરસિંહ સિસોદિયા જણાવ્યું હતું કે ઘટનાને પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતની ઘટનામાં એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ઇજાગ્રસ્ત અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: